India

NDAમાં નીતિશ કુમાર જ નહીં આ યુવા નેતા પણ ચમક્યો! કોંગ્રેસ કરતાં ત્રણ ગણી બેઠકો પર લીડ

By GS TEAM
14 Nov 20252 mins read
TukuTouch Logo
બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે મતગણતરી ચાલુ છે. જેમાં NDA 193 બેઠકો પર અને મહાગઠબંધન 45 બેઠકો પર સરસાઈ જાળવી રહ્યું છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાનની પાર્ટીના પ્રદર્શન પર સૌની નજર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

NDAમાં નીતિશ કુમાર જ નહીં આ યુવા નેતા પણ ચમક્યો! કોંગ્રેસ કરતાં ત્રણ ગણી બેઠકો પર લીડ

Bihar Assembly Election Results 2025: બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે મતગણતરી ચાલુ છે. જેમાં NDA 193 બેઠકો પર અને મહાગઠબંધન 45 બેઠકો પર સરસાઈ જાળવી રહ્યું છે. લોક જનશક્તિ પાર્ટી(રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાનની પાર્ટીના પ્રદર્શન પર સૌની નજર છે.


LJP(R)નો સ્ટ્રાઇક રેટ: 75% તરફ

ચિરાગ પાસવાને ચૂંટણી પ્રચાર દરમિયાન દાવો કર્યો હતો કે પાછલી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીનો સ્ટ્રાઇક રેટ 100% રહ્યો હતો, એટલે કે 6માંથી 6 બેઠકો પર જીત મળી હતી. વર્ષ 2019માં LJP(R)એ ઝમુઈ, હાજીપુર, વૈશાલી, નવાદા, ખગડિયા અને સમસ્તીપુર લોકસભા બેઠકો જીતી હતી. આ વિધાનસભા ચૂંટણીમાં LJP(R)એ 28 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે અને પાર્ટી હાલમાં 21 બેઠકો પર આગળ ચાલી રહી છે. જો આ તમામ ઉમેદવારો જીતશે, તો તેમની પાર્ટીનો સ્ટ્રાઇક રેટ 75% રહેવાનો અંદાજ છે.

પાછલી ચૂંટણીમાં એક પણ બેઠક ન મળી

2020ની વિધાનસભા ચૂંટણીમાં ચિરાગ પાસવાનની પાર્ટી (LJP) NDA ગઠબંધનથી અલગ થઈને લડી હતી, જેનો તેને મોટો ફટકો પડ્યો હતો. લોક જનશક્તિ પાર્ટી(LJP)એ 2020માં એકલે હાથે 135 બેઠકો પર ચૂંટણી લડી હતી. પાર્ટીને 5.68% એટલે કે લગભગ 23.83 લાખ મત મળ્યા, પરંતુ તે માત્ર એક જ બેઠક (બેગુસરાયની મટિહાની વિધાનસભા બેઠક) જીતી શકી હતી.

આ પણ વાંચો: બિહારમાં 'કમજોર કડી' બની ગયેલા નીતિશ કુમારે કેવી રીતે છાનામાના બાજી પલટી, જાણો કારણ

બિહાર વિધાનસભા ચૂંટણી માટે આ વખતે NDA ગઠબંધનમાં કુલ પાંચ પક્ષો સામેલ છે, જેમાં ભાજપ અને JDU બંનેએ 101-101 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. આ ઉપરાંત, ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) 28 બેઠકો પર, જ્યારે રાષ્ટ્રીય લોક મોરચા (RLM) અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) 6-6 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ, મહાગઠબંધનમાં સામેલ RJD 143 બેઠકો પર, કોંગ્રેસ 61 પર, CPI(ML) 20 પર, VIP (વિકાસશીલ ઇન્સાન પાર્ટી) 13 પર, CMI (M) 4 પર અને CPI 9 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.