India

VIDEO : બિહારમાં ટિકિટ વહેંચણીમાં ગજબ ડ્રામા! લાલુ યાદવના ઘરની બહાર કપડાં ફાડીને રડવા લાગ્યા નેતા

By GS TEAM
19 Oct 20252 mins read
TukuTouch Logo
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને પટનામાં જોરદાર ડ્રામા જોવા મળ્યો છે. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નિવાસસ્થાનની બહાર મધુબન વિધાનસભા બેઠકના ટિકિટ દાવેદાર રહેલા મદન શાહ અચાનક પહોંચી જઈને જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : બિહારમાં ટિકિટ વહેંચણીમાં ગજબ ડ્રામા! લાલુ યાદવના ઘરની બહાર કપડાં ફાડીને રડવા લાગ્યા નેતા

Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને પટનામાં જોરદાર ડ્રામા જોવા મળ્યો છે. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નિવાસસ્થાનની બહાર મધુબન વિધાનસભા બેઠકના ટિકિટ દાવેદાર રહેલા મદન શાહ અચાનક પહોંચી જઈને જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. 

મદન શાહે કુરતો ફાડ્યો, મોટેથી રડવા લાગ્યા

મદન શાહે આવેશમાં આવીને લાલુ-રાબડી આવાસના ગેટની સામે જ પોતાનો કુરતો ફાડી નાખવાની અને જમીન પર આડોટીને મોટેથી રડતા હોવાની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મદન શાહે વીડિયોમાં આરોપ લગાવ્યો છે કે, RJD દ્વારા તેમની પાસે ટિકિટ માટે પૈસાની માંગણી કરવામાં આવી હતી.

મેં પૈસા ન આપતા ટિકિટ ન આપી : મદન શાહ

મદન શાહે આક્ષેપ કર્યો છે કે, ‘હું વર્ષોથી પાર્ટી માટે મહેનત કરી રહ્યો છું, પરંતુ જ્યારે મેં પૈસા આપવાનો ઈનકાર કર્યો, ત્યારે પાર્ટીએ પૈસા લઈને મારી ટિકિટ ડૉ.સંતોષ કુશવાહાને આપી દીધી છે. પાર્ટી સમર્પિત કાર્યકર્તાઓની અવગણ થઈ રહી છે અને અમીરોને પ્રાથમિકતા અપાઈ છે.’

બિહારની ચૂંટણી તારીખ અને મતદારોનો ડેટા

બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરના રોજ યોજાશે. બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે. 

ચૂંટણી પંચના આંકડા અનુસાર, બિહારમાં કુલ 7.43 કરોડ મતદારો છે, જેમાં આશરે 3.92 કરોડ પુરૂષ, 3.50 કરોડ મહિલા અને 1725 ટ્રાન્સજેન્ડર સામેલ છે. 7.2 લાખ દિવ્યાંગ અને 4.04 લાખ 85 વર્ષથી વધુ વયજૂથના મતદારો સામેલ છે. તદુપરાંત 14 હજાર મતદાર 100 વર્ષ કે તેથી વધુ વય ધરાવે છે. આ વર્ષે 14.01 લાખ યુવાનો પ્રથમ વખત મત આપશે. આ તમામ આંકડા 30 સપ્ટેમ્બર, 2025 સુધીના છે.

અગાઉ 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં થઈ હતી. 28 ઑક્ટોબર, 2020ના રોજ પ્રથમ તબક્કો, 3 નવેમ્બર, 2020ના રોજ બીજો અને 7 નવેમ્બર, 2020ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ હતી. જેની મત ગણતરી 10 નવેમ્બર, 2020ના રોજ થઈ હતી. તે સમયે ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવા પાછળનું ગણિત રાજ્યના અમુક હિસ્સામાં નક્સલી અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ હતી.

આ પણ વાંચો : તેજપ્રતાપની પાર્ટીના ઉમેદવારોનો અનોખો અંદાજ, કોઈ ભેંસ પર તો કોઈ હાથકડીમાં ઉમેદવારી નોંધાવા પહોંચ્યું