India

PF ધારકો માટે સૌથી મોટા સમાચાર: 35 કરોડ ખાતામાં જમા થયા વ્યાજના પૈસા, આ રીતે ચેક કરો બેલેન્સ

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા આશરે 35 કરોડ પીએફ ખાતાધારકોના ખાતામાં 8.25% વ્યાજ જમા કરાયું છે. 15 જુલાઈ, 2026 સુધીમાં આ નાણાં જમા થઈ ગયા છે. જો તમને SMS ન મળ્યો હોય, તો EPFOની સત્તાવાર વેબસાઇટ https://passbook.epfindia.gov.in/MemberPassBook/login પર UAN નંબર અને પાસવર્ડ વડે લોગિન કરીને પાસબુકમાં બેલેન્સ ચેક કરી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PF ધારકો માટે સૌથી મોટા સમાચાર: 35 કરોડ ખાતામાં જમા થયા વ્યાજના પૈસા, આ રીતે ચેક કરો બેલેન્સ

PF Interest Credited In PF Account : જો તમે પણ નોકરી કરો છો અને દર મહિને તમારો પીએફ (PF) કપાય છે, તો તમારા માટે એક મહત્ત્વના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા 15 જુલાઈ 2026 સુધીમાં અંદાજે 35 કરોડ પીએફ ખાતાધારકોના ખાતામાં વ્યાજના નાણાં જમા કરી દેવામાં આવ્યા છે. આ વખતે EPFO દ્વારા પીએફના નાણાં પર 8.25 ટકા (8.25%) ના દરે વ્યાજ આપવામાં આવ્યું છે. જો તમારું પણ પીએફ ખાતું હોય, તો તમે ઘરે બેઠા જ સરળતાથી ચેક કરી શકો છો કે તમારા ખાતામાં વ્યાજ જમા થયું છે કે નહીં.

શું વ્યાજ જમા થયાનો મેસેજ આવી રહ્યો છે?

હા, EPFO દ્વારા ખાતાધારકોને વ્યાજના નાણાં જમા થવા અંગેના SMS પણ મોકલવામાં આવી રહ્યા છે. ઘણા લોકોને 15 જુલાઈ પહેલા અને 15 જુલાઈના દિવસે પણ વ્યાજ જમા થઈ ગયું હોવાના મેસેજ મળી ચૂક્યા છે.

ઓનલાઈન આ રીતે ચેક કરો તમારું બેલેન્સ

જો તમને મેસેજ ન મળ્યો હોય, તો તમે ઓનલાઈન આ સરળ સ્ટેપ્સ ફોલો કરીને વ્યાજ ચેક કરી શકો છો…

સ્ટેપ 1: ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરો

સૌથી પહેલા તમારા ફોન કે કમ્પ્યુટરના બ્રાઉઝરમાં પીએફ પાસબુક ચેક કરવાની સત્તાવાર લિંક https://passbook.epfindia.gov.in/MemberPassBook/login ઓપન કરો.

સ્ટેપ 2: લોગિન વિગતો ભરો

ત્યારબાદ વેબસાઈટ પર તમારો યુએન (UAN) નંબર અને પાસવર્ડ દાખલ કરો. સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ ભરીને 'Sign In' બટન પર ક્લિક કરો. લોગિન થયા પછી 'Passbook' સેક્શનમાં જાઓ.

સ્ટેપ 3: વ્યાજની રકમ જુઓ

અહીં પાસબુકમાં તમે જોઈ શકશો કે તમારા ખાતામાં વ્યાજના પૈસા જમા થયા છે કે નહીં. આ સિવાય ઉપર આપેલા ડેશબોર્ડમાં પણ તમને વ્યાજની અલગથી જમા થયેલી રકમ જોવા મળશે.

મહત્ત્વની નોંધ: જો તમારા ખાતામાં હજુ વ્યાજના નાણાં દેખાતા ન હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. થોડા દિવસો રાહ જુઓ, કારણ કે તમામ ખાતાઓમાં વ્યાજની રકમ ધીમે-ધીમે અપડેટ કરવામાં આવી રહી છે.