India

વિજય થલાપતિને મોટો ઝટકો, સીમાંકન મુદ્દે બોલાવેલી બેઠકમાંથી 37 સાંસદો ગુમ, વિપક્ષે બહિષ્કાર કર્યો

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
તમિલનાડુના CM વિજયે પરિસીમન મુદ્દે સર્વદલીય સાંસદોની બેઠક બોલાવી હતી. રાજ્યના 57માંથી 37 સાંસદો, જેમાં DMK અને AIADMKના નેતાઓનો સમાવેશ થાય છે, તેમણે આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. માત્ર 20 સાંસદો જ હાજર રહ્યા, જેમાં કોંગ્રેસના 12 સભ્યો હતા. DMKએ આ બેઠકને "રાજકીય સ્ટંટ" ગણાવી હતી, જ્યારે કોંગ્રેસે તેનું સમર્થન કર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વિજય થલાપતિને મોટો ઝટકો, સીમાંકન મુદ્દે બોલાવેલી બેઠકમાંથી 37 સાંસદો ગુમ, વિપક્ષે બહિષ્કાર કર્યો

Tamil Nadu CM Vijay : તમિલનાડુની રાજનીતિમાં શનિવારે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ ઘટનાક્રમ જોવા મળ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય થલપતિ દ્વારા પરિસીમનના મુદ્દા પર ચર્ચા કરવા માટે એક સર્વદલીય સાંસદોની બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ આ બેઠકને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે કારણ કે રાજ્યના કુલ 57 સાંસદોમાંથી 37 સાંસદોએ આ બેઠકનો સંપૂર્ણપણે બહિષ્કાર કર્યો છે. તમિલનાડુની અગ્રણી પાર્ટીઓ DMK અને AIADMK સહિતના દળોએ આ બેઠકથી છેડો ફાડી લીધો છે, જેના કારણે આ પહેલ શરૂઆત પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે.

સાંસદોની હાજરી અને બહિષ્કારના સત્તાવાર આંકડા

આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપનાર સાંસદોની સંખ્યા ખૂબ જ મર્યાદિત રહી છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ કુલ 57 સાંસદોમાંથી 37 સાંસદોએ બેઠકનો બહિષ્કાર કર્યો છે. જ્યારે માત્ર 20 સાંસદો જ બેઠકમાં હાજર રહ્યા હતા. હાજરી આપનારાઓમાં મુખ્યત્વે કોંગ્રેસ અને તેના સહયોગી નાના પક્ષો સામેલ છે. જેમાં કોંગ્રેસના 12, VCKના 2, CPIના 2, CPI(M)ના 2, MDMKનો 1 અને IUMLનો 1 સાંસદ સામેલ છે. બીજી તરફ, DMKના તમામ 30 સાંસદોએ બેઠકનો સખત વિરોધ કરતા બહિષ્કાર કર્યો છે. આ ઉપરાંત AIADMKના 4 તેમજ PMK, MNM અને DMDKના 1-1 સાંસદે પણ આ બેઠકથી દૂર રહેવાનું પસંદ કર્યું છે.

DMKનો ગંભીર આરોપ અને કાનિમોઝીનું નિવેદન

આ બેઠકના બહિષ્કાર પાછળ DMK સાંસદ કનિમોઝીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે મુખ્યમંત્રી વિજય દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકને સંપૂર્ણપણે બિનજરૂરી અને રાજકીય સ્ટંટ કરાર દીધો છે. કાનિમોઝીએ આરોપ લગાવ્યો છે કે આ બેઠકનો મુખ્ય હેતુ પ્રદેશના મહત્ત્વપૂર્ણ કાવેરી નદીના વિવાદ અને અન્ય જ્વલંત મુદ્દાઓથી જનતાનું ધ્યાન ભટકાવવાનો છે. તેમણે સ્પષ્ટતા કરી કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા સંસદના વર્તમાન સત્રમાં પરિસીમન બિલ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે ડ્રાફ્ટ ઉપલબ્ધ નથી કરાવવામાં આવ્યો, ત્યાં સુધી આ પ્રકારની બેઠકોનો કોઈ અર્થ નથી.

કોંગ્રેસનું સમર્થન અને પરિસીમન બિલનો ઇતિહાસ

બીજી તરફ, કોંગ્રેસના નેતાઓએ આ બેઠકનું સમર્થન કર્યું છે. કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે નિવેદન આપતા જણાવ્યું કે જે લોકો પોતાની રાજનીતિને તમિલનાડુના હિતોથી ઉપર રાખે છે તેઓ જ આ બેઠકથી દૂર રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલ 2026ના રોજ લોકસભામાં પરિસીમન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલનો મુખ્ય હેતુ લોકસભા અને વિધાનસભા ક્ષેત્રોનું પુનઃ સીમાંકન કરી લોકસભા સીટોની સંખ્યા વધારીને 850 કરવાનો તથા મહિલા આરક્ષણ લાગુ કરવાનો હતો. પરંતુ સંસદમાં જરૂરી વિશેષ બહુમતી ન મળવાને કારણે આ બિલ પાસ થઈ શક્યું ન હતું.