India

ભુવનેશ્વર સ્થિત સ્ટાર્ટઅપે અંતરીક્ષમાં દવા ઉત્પાદનની ચકાસણી કરી

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
ભુવનેશ્વર સ્થિત સ્ટાર્ટ-અપ સેરેન્ડિપિટી સ્પેસે 'અલ્કેમી' નામની સ્વાયત્ત ફાર્માસ્યુટિકલ ફેક્ટરી વહન કરતા પ્રોટોટાઈપ સેટેલાઇટનું સફળ ફ્લાઇટ પરીક્ષણ કર્યું છે. હૈદરાબાદમાં ઉચ્ચ ઊંચાઈના બલૂન દ્વારા કરાયેલ આ પરીક્ષણ ભારતના ખાનગી અંતરીક્ષ ઉદ્યોગ માટે સીમાચિહ્નરૂપ છે. માઇક્રોગ્રેવિટીમાં દવા ઉત્પાદનની નવી શક્યતાઓ ખુલશે, જે ગુરુત્વાકર્ષણ સંબંધિત મર્યાદાઓ દૂર કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભુવનેશ્વર સ્થિત સ્ટાર્ટઅપે અંતરીક્ષમાં દવા ઉત્પાદનની ચકાસણી કરી
  • માઈક્રોગ્રેવિટીએ નવી શક્યતાઓ ખોલી આપી
  • માઈક્રોગ્રેવિટીમાં અમુક ગ્રેવિટી સંબંધિત મર્યાદાઓ નિવારી શકાતી હોવાથી દવા ઉત્પાદન માટે તે મહત્વની બને છે

નવી દિલ્હી : ભુવનેશ્વર સ્થિત એક સ્ટાર્ટ-અપ સેરેન્ડિપિટી સ્પેસએ સ્વાયત્ત ફાર્માસ્યુટીકલ ફેક્ટરી વહન કરતા પ્રોટોટાઈપ સેટેલાઈટનું સફળતાપૂર્વક ફ્લાઈટ પરીક્ષણ કર્યું છે જે ભારતના ખાનગી અંતરીક્ષ ઉદ્યોગ માટે એક મહત્વનું પગલુ છે. અલ્કેમી નામની આ સીસ્ટમે લગભગ અવકાશ માઈક્રોગ્રેવિટી સ્થિતિ હેઠળ મહત્વની ફાર્માસ્યુટીકલ ઉત્પાદન પ્રક્રિયાઓ કરી અને તેનું મિશન પૂર્ણ કર્યા પછી સફળતાપૂર્વક પૃથ્વી પર પાછી આવી.
કંપનીએ હૈદરાબાદમાં ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ સુવિધા ખાતે હાઈ એલ્ટીટયુડ બલૂનનો ઉપયોગ કરીને પરીક્ષણ કર્યું. સેટેલાઈટે કઠિન પરિસ્થિતિમાં કામ કરીને હીટશીલ્ડ, એવિયોનિક્સ અને ઓટોનોમસ ઉત્પાદન સીસ્ટમ સહિત તેની મહત્વની ટેકનોલોજીની ચકાસણી કરી. કંપનીએ જણાવ્યું કે પ્રોટોટાઈપે માનવીય દેખરેખ વિના તેની આયોજિત કામગીરી પૂર્ણ કરી.
માઈક્રોગ્રેવિટી ફાર્માસ્યુટીકલ સંશોધન માટે વિશિષ્ટ લાભ પ્રદાન કરે છે કારણ કે અવકાશમાં પરમાણુઓ અલગ રીતે ફરે છે અને સ્ફટીકો અલગ રીતે વિકસીત થાય છે. આ પરિસ્થિતિઓથી પૃથ્વી પર સામનો કરવામાં આવતી અમુક ગ્રેવિટી સંબંધિત મર્યાદાને દૂર કરી શકાય છે અને દવા વિકસાવવા તેમજ ઉત્પાદનની નવી પદ્ધતિઓ વિકાસવી શકાય છે. આવા અનેક પ્રયોગો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અગાઉ હાથ ધરવામાં આવ્યા હતા.
સેરેન્ડિપિટી સ્પેસની સીસ્ટમ વિશિષ્ટ એટલા માટે છે કારણ કે તેને સ્વાયત્ત ઉત્પાદન પ્રક્રિયાઓ કરવા માટે ડીઝાઈન કરવામાં આવી છે. સેટેલાઈટ પૃથ્વીથી લગભગ ૪૦૦થી ૫૦૦ કિ.મી. ઉપર નીચલી ભ્રમણકક્ષામાં તૈનાત કરવા બનાવવામાં આવ્યો છે, જ્યાં તે નિયંત્રિત પુન:પ્રવેશ દ્વારા પાછા ફરવા અગાઉ અઠવાડિયાઓ અથવા મહિનાઓ સુધી રહી શકે છે. સ્ટાર્ટ-અપે ગયા વર્ષે તેનું પ્રથમ ભંડોળ એકત્ર કર્યું હતું અને પાંચ મહિનાથી ઓછા સમયમાં કાર્યકારી પ્રોટોટાઈપ બનાવ્યો હતો.