India

ભાવના કંઠે એરફોર્સની પ્રથમ ટોપ ગન મહિલા બની ઇતિહાસ રચ્યો

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
બિહારની ભાવના કંઠે ઇન્ડિયન એરફોર્સમાં ઇતિહાસ રચ્યો છે. ફાઇટર કોમ્બેટ લીડર (FCL) કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનારી તે દેશની પ્રથમ મહિલા બની છે. ગ્વાલિયર સ્થિત ટેક્ટિક્સ એન્ડ એર કોમ્બેટ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટમાં 20 સપ્તાહનો આ કોર્સ સૌથી આકરો મનાય છે. ભાવના હવે પ્રથમ મહિલા 'ટોપ ગન કોમ્બેટ ટેક્નિશિયન' પણ બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવના કંઠે એરફોર્સની પ્રથમ ટોપ ગન મહિલા બની ઇતિહાસ રચ્યો
  • બિહારની બેટીની આકાશમાં હરણફાળ
  • ભાવના 2016માં અવની અને મોહના સાથે પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બની હતી

નવી દિલ્હી : ઇન્ડિયન એરફોર્સની બહાદુર મહિલા અધિકારી સ્ક્વોડ્રન લીડર ભાવના કંઠે ફરી ઇતિહાસ રચ્યો છે. ભાવના પ્રતિષ્ઠિત ગણાતા ફાઇટર કોમ્બેટ લીડર એફસીએલ કોર્સને સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધો છે. આવું કરનારી તે દેશની પ્રથમ મહિલા પણ બની ગઇ છે. આ સાથે જ ભાવના ભારતીય એરફોર્સની પ્રથમ મહિલા ટોપ ગન કોમ્બેટ ટેક્નીશિયન પણ બની ગઇ છે.
ગ્વાલિયર સ્થિત ટેક્ટિક્સ એન્ડ એર કોમ્બેટ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટમાં આયોજીત ૨૦ સપ્તાહનો કોર્સ ભારતીય એરફોર્સ માટે સૌથી એડવાંસ અને આકરી ટ્રેનિંગમાંનો એક માનવામાં આવે છે. જેને ભારતીય એરફોર્સની ટોપ ગન સ્કૂલ પણ માનવામાં આવે છે. તેની સરખામણી અમેરિકાની નેવીના ટોપ ગન પ્રોગ્રામ સાથે કરવામાં આવે છે. માત્ર કેટલાક પસંદ કરાયેલા પાયલટોને જ સ્થાન આપવામાં આવે છે.
હવે બિહારના દરભંગાની રહેવાસી ભાવના કંઠને આ કોર્સ પૂર્ણ કરી લીધો છે અને પ્રથમ મહિલા ટોપ ગન બની છે, ભાવનાએ મેડિકલ ઇલેક્ટ્રોનિક્સમાં અભ્યાસ કર્યો છે. એરફોર્સમાં તેણે અનેક સફળતાઓ મેળવી છે. આ પહેલા ભાવના જૂન ૨૦૧૬માં અવની ચતુર્વેદી અને મોહનાસિંહ સાથે દેશની પ્રથમ મહિલા ફાઇટર બેચમાં કમીશન થઇ હતી. જે બાદ ૨૦૧૯માં તે ડેટાઇમ ફાઇટર જેટ ઉડાવવાની ક્ષમતા પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ મહિલા બની હતી. તેણે શરૂઆતમાં મીગ-૨૧ બિસન ઉડાવ્યું હતું, બાદમાં એસયુ-૩૦ એમકેઆઇ પણ ઉડાવ્યું હતું. ભાવના ૨૦૨૧માં પ્રજાસત્તાક પરેડમાં ભાગ લેનારી પ્રથમ મહિલા ફાઇટર બની હતી.