Get The App

રૂ.1000 કરોડની છેતરપિંડી : એક ફરિયાદ નોંધાઈ ને ખૂલ્યું 4000થી વધુ ફરિયાદોનું રાજ, ત્રણની ધરપકડ

Updated: May 9th, 2025

GS TEAM

Google News
Google News
રૂ.1000 કરોડની છેતરપિંડી : એક ફરિયાદ નોંધાઈ ને ખૂલ્યું 4000થી વધુ ફરિયાદોનું રાજ, ત્રણની ધરપકડ 1 - image


Rajasthan Cyber Fraud : રાજસ્થાનના ભરતપુર પોલીસે દેશના મોટા મોટા શહેરોમાં રોકાણના નામે છેતરપિંડી કરનારા ત્રણ લોકોની ધરપકડ કરી છે. નકલી ગેમિંગ અને ઈન્વેસ્ટમેન્ટ કંપની બનાવી લગભગ 400 કરોડની સાયબર છેતરપિંડી કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી એમબીએ કાકા અને કાકી તેમજ એન્જિનિયર ભત્રીજાની ધરપકડ કરી છે.

મોટા શહેરોમાં રોકાણના નામે અનેક લોકોને છેતર્યા

મળતી માહિતી મુજબ આરોપીઓ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જેવા દેશના મોટા શહેરોમાં નકલી ગેમિંગ અને રોકાણ કંપનીઓ ખોલીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરી કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા હતા. આરોપીઓ લોકોને શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા. છેલ્લા 4 મહિનામાં આ કંપનીઓના ખાતામાંથી 400 કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે. પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે, આ રકમ એક હજાર કરોડથી વધુ હોઈ શકે છે.

કાકા-કાકી, ભત્રીજાની ધરપકડ

પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં ઉત્તર પ્રદેશના બલિયાના રહેવાસી રવિન્દ્ર સિંહ, દિનેશ સિંહ અને કુમકુમની મહિલાની ધરપકડ કરી છે. દિનેશ અને કુમકુમ દંપત્તી છે અને તેઓ દિલ્હીના મોહન ગાર્ડન વિસ્તારમાં રહે છે. જ્યારે ભત્રીજો રવિન્દ્ર સિંહ હાલ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં રહે છે.

આ પણ વાંચો : પાકિસ્તાનનું કાયરતાભર્યું કૃત્ય, 400 ડ્રોનના હુમલા સામે પેસેન્જર્સ પ્લેનને ઢાલ બનાવ્યા: ભારતીય વિદેશ મંત્રાલય

નકલી રોકાણ કંપની સામે 4000થી વધુ ફરિયાદ

ભરતપુર રેન્જનાપોલીસ મહાનિરીક્ષક રાહુલ પ્રકાશે કહ્યું કે, ‘6 માર્ચના રોજ સાઈબર પોલીસ સ્ટેશનમાં હરી સિંહ નામના વ્યક્તિએ ફિનો પેમેન્ટ બેંક એકાઉન્ટ વિરુદ્ધ 14 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી હતી, જ્યારે આ કેસની ગંભીરતાથી તપાસ કરવામાં આવી, ત્યારે અનેક ચોંકાવનારી બાબતો સામે આવી હતી. હરિ સિંહે જેની સામે ફરિયાદ કરી હતી, તેની સામે ત્રણ હજારથી વધુ ફરિયાદ નોંધાયેલી હતી, જે હવે 4 હજારથી પણ વધુ થઈ ગઈ છે.

પોલીસે ફિનો બેંક એકાઉન્ટની વિગતો તપાસી હતી, જેમાં ફરિયાદી પાસેથી 35 લાખ રૂપિયા લઈને ચાર કંપનીઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાઈ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ ચાર કંપનીઓના ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. આ ખાતાઓમાં લગભગ 4 કરોડ રૂપિયાની રકમ છે. રૂકાનેક એન્ટરપ્રાઇઝ કંપનીના ડિરેક્ટર દિનેશ અને કુમકુમ છે. પોલીસે દિનેશ અને કુમકુમની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : પાકિસ્તાને સંભવિત તૂર્કિયે ડ્રોનનો કર્યો ઉપયોગ, ગુપ્ત માહિતી મેળવવાનો પણ હતો ઉદ્દેશ્ય: ભારતીય વિદેશ મંત્રાલય

Tags :