પાકિસ્તાને સંભવિત તૂર્કિયે ડ્રોનનો કર્યો ઉપયોગ, ગુપ્ત માહિતી મેળવવાનો પણ હતો ઉદ્દેશ્ય: ભારતીય વિદેશ મંત્રાલય
ndia
India-Pakistan Tention: ભારતીય સેનાના સફળ 'ઓપરેશન સિંદૂર' બાદથી પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ છે. પાકિસ્તાને 8-9ની રાત્રે તૂર્કિયેના 300 થી 400 ડ્રોનની સાથે લેહથી સર ક્રીક સુધી 36 જગ્યાઓ પર ભારતની હવાઈ સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને નિષ્ફળ કરી દેવાયા. કેટલાક ડ્રોન તોડી પડાયા. ત્યારે સંભાવિત તૂર્કિયેના ડ્રોન હોય શકે છે તેવું વિદેશ મંત્રાલયનું અનુમાન છે.
શુક્રવાર સાંજે વિદેશ મંત્રાલય વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ પર્યાપ્ત પુરાવાની સાથે પાકિસ્તાનના નાપાક ષડયંત્રનો પર્દાફાશ કર્યો. પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે સતત ત્રીજી વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વિદેશ મંત્રાલયે પાકિસ્તાની સેનાના વધુ એક ષડયંત્રનો ખુલાસો કર્યો અને જણાવ્યું કે, પાકિસ્તાની સેના ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહી છે અને પછી તેનો દોષ ભારત પર લગાવી રહી છે.
પાકિસ્તાનની નાપાક હરકતોનો વિદેશ મંત્રાલયે કર્યો પર્દાફાશ
• 7 મે 2025ની રાત્રે સાડા આઠ વાગ્યે મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા અને તે દરમિયાન પોતાના એરસ્પેસને બંધ ન કર્યું. નાગરિકોને ઢાલ બનાવવામાં આવ્યા. પાકિસ્તાનના વિસ્તારોમાં નાગરિક ઉડાન ચાલી રહી હતી. ભારતીય વાયુસેનાએ પોતાની પ્રતિક્રિયામાં સંયમ રાખ્યો અને આંતરરાષ્ટ્રીય નાગરિક વિમાન સેવાની સુરક્ષા નક્કી કરી.
• કર્નલ કુરૈશીએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય બોર્ડર અને નિયંત્રણ રેખા પર 36 જગ્યાઓ પર 300-400 ડ્રોનનો ઉપયોગ ઘૂસણખોરી માટે કરાયો હતો. ભારતે તેમાંથી અનેક ડ્રોન તોડી પાડ્યા હતા. ડ્રોન મોકલવાનો મતલબ ગુપ્ત માહિતી અને એર ડિફેન્સ સિસ્ટમની માહિતી લેવાનો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ તૂર્કિયેના ડ્રોન હતા. તેની તપાસ કરાઈ રહી છે. યુએવી પણ હતા, જેને નિષ્ક્રિય કરી દેવાયા.
• વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પાકિસ્તાન દાવો કરે છે કે કોઈ ધાર્મિક જગ્યા પર હુમલો નથી કર્યો. જ્યારે હકિકત એ છે કે પુંછમાં ગુરૂદ્વારા પર હુમલો કરાયો. તે હુમલાની જવાબદારી લેવાના બદલ પાકિસ્તાન કહી રહ્યું છે કે આ ભારતીય સેના આવું કરી રહી છે. ગુરૂદ્વારા પર હુમલામાં કેટલાક શીખ લોકોના પણ મોત થયા છે.
• વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પાકિસ્તાન કહી રહ્યું છે કે આપણે (ભારતીય સેના) નનકાના સાહિબ પર ડ્રોન હુમલો કર્યો છે. પાકિસ્તાન પ્રયાસ કરી રહ્યું છે કે ધાર્મિક રંગ આ મામલાને આપી શકાય. પહલગામ હુમલામાં પણ એ જ બતાવવામાં આવ્યું છે.