SIR મુદ્દે સુપ્રીમકોર્ટમાં મમતા બેનર્જી, ચૂંટણી પંચને 'વોટ્સએપ આયોગ' ગણાવ્યું, ECI ને નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court on SIR : પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી 'SIR' (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ/રોલ) પ્રક્રિયા વિરુદ્ધ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં મોરચો ખોલ્યો છે. આજે સુપ્રીમ કોર્ટમાં થયેલી આક્રમક સુનાવણી દરમિયાન મમતા બેનર્જી પોતે કોર્ટરૂમમાં હાજર રહ્યા હતા અને તેમણે ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
મમતા બેનર્જીની સુપ્રીમ કોર્ટમાં આકરી દલીલો
સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પોતે બોલવાની પરવાનગી માંગી હતી અને કોર્ટને જણાવ્યું હતું કે તેઓ કોઈ મહત્વની વ્યક્તિ નથી પરંતુ એક 'બંધુઆ મજૂર' તરીકે સામાન્ય લોકો માટે લડી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કરતા તેને 'વોટ્સએપ આયોગ' તરીકે સંબોધ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે લોકોના નામ વોટર લિસ્ટમાંથી જાણીજોઈને હટાવવામાં આવી રહ્યા છે. મમતાએ દલીલ કરી હતી કે જે કામ બે વર્ષમાં થવું જોઈએ તેને માત્ર ચાર મહિનામાં પૂર્ણ કરવા માટે કેમ ઉતાવળ કરવામાં આવી રહી છે.
'મિસમેચ' અને સ્પેલિંગના વિવાદ પર CJI નો સવાલ
સુનાવણીમાં 'મિસમેચ' (વિસંગતતા) ના મુદ્દે જોરદાર ચર્ચા થઈ હતી. મમતા બેનર્જીએ દલીલ કરી કે નામમાં નાની ભૂલ અથવા લગ્ન બાદ દીકરીની અટક બદલાય તો તેને પણ વિસંગતતા ગણીને નામ હટાવવામાં આવે છે. ચીફ જસ્ટિસ (CJI) એ પણ સ્પેલિંગમાં થતા તફાવત (જેમ કે Datta અને Dutta) અંગે સવાલો કર્યા હતા. મમતાએ કહ્યું કે 'Mismatch' ને જાણીજોઈને 'Mismap' કરવામાં આવી રહ્યું છે અને 3.6 કરોડ લોકોને ગેરકાયદેસર રીતે નોટિસ જારી કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ અને કાર્યવાહી
સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જીની અરજી પર ભારતીય ચૂંટણી પંચ (ECI) ને નોટિસ પાઠવી છે અને સોમવાર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. CJI એ બંગાળ સરકારને એવા અધિકારીઓની યાદી આપવા પણ કહ્યું છે જેમને પ્રતિનિયુક્તિ (Deputation) પર મોકલી શકાય, જેથી માઇક્રો ઓબ્ઝર્વર્સની જરૂર ન પડે. મમતા બેનર્જીએ માંગ કરી છે કે 2022ની વોટર લિસ્ટમાંથી કોઈપણ વોટરનું નામ હટાવવામાં ન આવે અને કોઈનો મતાધિકાર છીનવાય નહીં તે સુનિશ્ચિત કરવામાં આવે.









