Get The App

મતદાનના 2 દિવસ પહેલા નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ: બંગાળ ચૂંટણી પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
મતદાનના 2 દિવસ પહેલા નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ: બંગાળ ચૂંટણી પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ 1 - image


SC Order on Voter List: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. એવામાં SIRની પ્રક્રિયામાં જે મતદારોના નામ કપાઈ ગયા છે તે અંગે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ટ્રિબ્યુનલ મતદાનના માત્ર બે દિવસ પહેલાં પણ મતદારનું નામ યાદીમાં જોડવાનો આદેશ આપે, તો તે વ્યક્તિને વોટ આપવાનો અધિકાર મળશે. આ માટે સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ પોતાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કર્યો છે.

શું છે સમગ્ર મામલો? 

નોંધનીય છે કે બંગાળમાં SIRમાં લાખો મતદારોના નામ કપાઈ ગયા છે, જે બાદ તે લોકોએ મતદાન યાદીમાં નામ ફરીથી જોડવા માટે ચૂંટણી પંચના ટ્રિબ્યુનલમાં અરજી છે. અરજદારોનું કહેવું છે કે ટ્રિબ્યુનલ નિર્ણય લેવામાં વિલંબ કરશે તો તેઓ વિધાનસભા ચૂંટણીમાં મત આપી શકશે. 

નોંધનીય છે કે ચૂંટણી પંચમાં આવી 34 લાખ અરજીઓ પેન્ડિંગ છે, જેમના નામ મતદાર યાદીમાંથી કપાઈ ગયું છે પણ તેઓ ભારતના નાગરિક હોવાનો દાવો કરી રહ્યા છે. 

ટ્રિબ્યુનલનો આદેશ સર્વોપરી

જો ટ્રિબ્યુનલ નામ જોડવા કે હટાવવાનો અંતિમ નિર્ણય મતદાનના બે દિવસ પહેલાં આપી દે, તો ચૂંટણી પંચે તેનો અમલ કરવો પડશે. 

ડેડલાઇન નક્કી કરાઈ

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો છે કે પ્રથમ તબક્કાના મતદાન માટે 21 એપ્રિલ સુધીમાં અને બીજા તબક્કા માટે 27 એપ્રિલ સુધીમાં સપ્લીમેન્ટરી મતદાર યાદી જાહેર કરવી પડશે.

માત્ર અપીલથી અધિકાર નહીં

કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો કોઈની અપીલ ટ્રિબ્યુનલમાં માત્ર પેન્ડિંગ હોય, તો તેને વોટ આપવા દેવામાં આવશે નહીં. વોટિંગ માટે ટ્રિબ્યુનલનો ફાઈનલ ઓર્ડર હોવો જરૂરી છે.

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલના રોજ અને બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ યોજાવાનું છે.