India

બાર કાઉન્સિલ માફી માગે : હવે બેંગલુરુ લો યુનિ.ના 700 વિદ્યાર્થીઓ વિરોધમાં

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
બેંગલુરુની લો યુનિવર્સિટીના 700 જેટલા વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થીઓએ હૈદરાબાદ લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ટેકો જાહેર કર્યો છે. તેમણે પદવીદાન સમારોહમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રાને આમંત્રણનો વિરોધ કર્યો. વિદ્યાર્થીઓએ બાર કાઉન્સિલના ચેરપર્સન પાસે બિનશરતી માફીની માંગ કરી છે, જેણે અગાઉ હૈદરાબાદના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન અટકાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

બાર કાઉન્સિલ માફી માગે : હવે બેંગલુરુ લો યુનિ.ના 700 વિદ્યાર્થીઓ વિરોધમાં

બેંગલુરુ: હૈદરાબાદ લો યુનિવર્સિટી બાદ હવે બેંગલુરુની લો યુનિવર્સિટીના વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થીઓએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રાને પદવીદાન સમારોહમાં આમંત્રણનો વિરોધ કર્યો છે. આ સાથે જ હૈદરાબાદ લો યુનિ.ના વિદ્યાર્થીઓને સમર્થન જાહેર કર્યું છે અને બાર કાઉન્સિલના ચેરપર્સનની ટિકા કરી છે.
હૈદરાબાદ લો યુનિ.ના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્ય ન્યાયાધીશને આમંત્રણ આપવાના યુનિ.ના નિર્ણયની ટિકા કરી હતી, જે બાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ યુનિ.ના વિદ્યાર્થીઓનું વકીલ તરીકે રજિસ્ટ્રેશન અટકાવ્યું હતું જોકે વિવાદ બાદ નિર્ણય પરત લીધો હતો. પરંતુ જે નિર્ણય લેવાયો હતો તેની હવે અન્ય લો યુનિ.ના વિદ્યાર્થીઓ પણ ટિકા કરી રહ્યા છે. નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીના વર્તમાન અને પૂર્વ મળીને આશરે ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરપર્સન પાસે માફીની માગણી કરી છે.
વિદ્યાર્થીઓએ કહ્યું છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા હૈદરાબાદની લો યુનિ.ના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરની શરત વગર માફી માગે. બાર કાઉન્સિલે વિદ્યાર્થીઓના પોતાની વાત રજુ કરવાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરવા પ્રયાસ કર્યો. બીજી તરફ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે આ મારો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો મામલો છે તેમાં બાર કાઉન્સિલ દખલ ના દે. જોકે મુખ્ય ન્યાયાધીશના આ નિવેદન બાદ પણ વિવાદ શાંત નથી થયો. હવે બેંગલુરુની લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હૈદરાબાદ લો યુનિ.ના વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉતર્યા હોવાથી વિવાદ વધી શકે છે. એવામાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જોધપુર લો યુનિ.ના એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું, તેમણે કહ્યું હતું કે ટેક્નોલોજીનો માત્ર સ્વીકાર ના કરો તેનો ઉપયોગ કાયદાની વ્યવસ્થામાં સુધારા માટે પણ કરો. જ્યારે બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું હતું કે અમે જે આંદોલન ચલાવ્યું તે સાથે સંકળાયેલા સવાલોના ત્રણ સેટને સંસદમાં વર્તમાન સત્રમાં સામેલ ના થવા દેવાયા. આ સવાલો નીટ-યુજી ૨૦૨૬ની ફી પરત આપવા, દિલ્હીમાં સીજેપી પ્રદર્શનકારીઓને પાયાની સુવિધા આપવાની ના પાડવી, પેપર લીક, શિક્ષણમાં સુધારા વગેરેનો સમાવેશ થાય છે. જોકે આ સવાલોને સરકારે સ્થાન જ ના આપ્યું.