ગણેશ વિસર્જન બાદ પરત ફરી રહેલી કારનો દર્દનાક અકસ્માત, 3 લોકોનાં મોત, યુપીમાં બની ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Uttar Pradesh Car Accident : ઉત્તર પ્રદેશના આઝમગઢમાં ગણેશ વિસર્જન કરીને પરત ફરી રહેલા યુવકોની કારને અકસ્માત નડતાં ગમગીની છવાઈ ગઈ છે. ફૂલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જગદીશપુર નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અચાનક કાબૂ બહાર જઈ ઝાડ સાથે અથડાઈને પલટી ગઈ હતી. કારમાં સવાર કુલ 9 યુવકોમાંથી 3 ના મોત થયા છે, જ્યારે અન્ય 6 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
ઝાડ સાથે અથડાઈને કાર પલટી મારી ગઈ
જગદીશપુર પાસે થયેલા આ અકસ્માતમાં કારની ઝડપ એટલી હતી કે, ઝાડ સાથે અથડાયા બાદ તે સંપૂર્ણપણે કચડાઈને રોડ કિનારે પલટી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું.
ક્ષમતા કરતાં વધુ મુસાફરો અને ઓવરસ્પીડિંગની તપાસ
અકસ્માત બાદ કારમાં એકસાથે 9 યુવકો સવાર હોવાને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે. ફૂલપુર ક્ષેત્રાધિકારીના જણાવ્યા મુજબ, કાર પૂરઝડપે હોવાના કારણે ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતના ચોક્કસ કારણો અંગે આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.




