6 મહિના બાદ 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની શક્યતા, જેમાં એક તો 403 બેઠક ધરાવતું રાજ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Assembly Elections 2027:આગામી વર્ષે ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે. તેને લઈને અત્યારથી જ પાર્ટીઓએ રાજકીય સમીકરણ સાધવાના શરૂ કરી દીધું છે. આ વચ્ચે હવે ચૂંટણીની તારીખોને લઈને ચિત્ર સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે. ચાર ચૂંટણી રાજ્યોમાં વસતી ગણતરીની તારીખોને પહેલા કરાવવાના અને મણિપુરમાં તેને ટાળવાના નિર્ણય બાદ એ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં ફેબ્રુઆરી-માર્ચ 2027માં ચૂંટણીઓ યોજવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠક છે.
તમને જણાવી દઈએ કે, વસતી ગણતરી અને ચૂંટણી બંનેમાં સરકારી કર્મચારીઓ, ખાસ કરીને શિક્ષકોની જ ડ્યૂટી લાગે છે. એવામાં વસતી ગણતરીની તારીખો બદલાવાથી હવે એક મોટો વહીવટી ટકરાવ ટળી ગયો છે. હવે અપેક્ષા કરવામાં આવી રહી છે કે ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં ફેબ્રુઆરીથી મતદાનના તબક્કા શરૂ થઈ જશે.
ક્યારે પૂરો થઈ રહ્યો છે કાર્યકાળ?
પાંચેય રાજ્યોમાં સૌથી પહેલા મણિપુર વિધાનસભાનો કાર્યકાળ 13 માર્ચ 2027ના રોજ પૂરો થઈ રહ્યો છે. બીજી તરફ ગોવામાં 14 માર્ચ 2027, પંજાબમાં 16 માર્ચ 2027 અને ઉત્તરાખંડમાં 28 માર્ચ 2027ના રોજ મોજૂદા વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. અંતમાં 22 મે 2027ના રોજ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાનો કાર્યકાળ પૂરો થશે. જે અન્વયે મણિપુરનો કાર્યકાળ સૌથી પહેલા પૂરો થઈ રહ્યો છે, તેથી ચૂંટણી પંચ 13 માર્ચ પહેલા તમામ પાંચેય રાજ્યોની ચૂંટણીઓ સંપન્ન કરાવવાની તૈયારીમાં છે.
ઉત્તર પ્રદેશમાં 2 મહિના પહેલા જ થઈ જશે ચૂંટણી
ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 22 મે 2027 સુધી છે. એવામાં જો ફેબ્રુઆરી અથવા માર્ચમાં ચૂંટણી થઈ, તો યુપીમાં કાર્યકાળ સમાપ્ત થવાના લગભગ બે મહિના પહેલા જ મતદાન કરી દેવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠક છે. તમને જણાવી દઈએ કે, નિયમ પ્રમાણે ચૂંટણી પંચ કાર્યકાળ પૂરો થવાના 6 મહિના પહેલા સુધી ગમે ત્યારે ચૂંટણી કરાવી શકે છે.
વસતી ગણતરીની નવી તારીખો
આ પહેલા એ માહિતી સામે આવી છે કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં વસતી ગણતરીનું કામ 1 ડિસેમ્બર 2026થી 4 જાન્યુઆરી 2027 વચ્ચે પૂરૂં કરી લેવામાં આવશે. ત્રણ રાજ્યોમાં SIRનું કામ પૂરૂં થઈ ચૂક્યું છે, પરંતુ બાકીના બે રાજ્યોમાં આ જારી છે. જણાવી દઈએ કે SIR પછી યુપીમાં મતદારોની સંખ્યા ઘટીને 13.4 કરોડ, ગોવામાં 10.6 લાખ અને મણિપુરમાં 19.3 લાખ રહી ગઈ છે. પંજાબ અને ઉત્તરાખંડની અંતિમ વોટર લિસ્ટ પણ ટૂંક સમયમાં જારી કરી દેવામાં આવશે.




