India

શાંઘાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશમાં જન્મેલી મહિલાને ૧૮ કલાક બેસાડી રાખી

By GS TEAM
24 Nov 20251 min read
શાંઘાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશમાં જન્મેલી મહિલાને ૧૮ કલાક બેસાડી રાખી

નવી દિલ્હી,૨૪ સપ્ટેમ્બર,૨૦૨૫,સોમવાર 

ભારતના અકબંધ ભાગ ગણાતા અરુણાચલપ્રદેશ માટે ચીનનો હંમેશા દાવો અને ડોળો રહયો છે તેની હકિકત અરુણાચલ પ્રદેશની મહિલાને શાંઘાઇ એરપોર્ટ પર ૧૮ કલાક બેસાડતા પ્રકાશમાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ચીની અધિકારીઓએ ભારતીય પાસપોર્ટ માનવામાં ઇન્કાર કરી દીધો હતો. ઉપરાંત શાંઘાઇના પુડોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૮ કલાક સુધી અટકાવી હતી.

સોશિયલ મીડિયા એકસ પરની એક પોસ્ટમાં જણાવ્યા અનુસાર યુકેમાં રહેતી અરુણાચલપ્રદેશ મૂળની મહિલા પેમ વાંગ થોંગડોકે પોતાને થયેલો કડવો અનુભવ શેર કર્યો છે. ચીની અધિકારીઓએ મહિલા અરુણાચલપ્રદેશમાં જન્મી હોવાથી પાસપોર્ટને અમાન્ય ગણાવ્યો હતો. મહિલા  થોંગડોક અનુસાર આ ઘટના ૨૧ સપ્ટેમ્બરના રોજ લંડનથી જાપાન જઇ રહી હતી ત્યારે બની હતી. ચીની ઇમિગ્રેશન અને ચાઇના ઇસ્ટર્ન એરલાઇન મને સંઘાઇ એરપોર્ટ પર ૧૮ કલાક કરતા વધુ સમય અટકાવવામાં આવી હતી.

જાપાન પ્રવાસ દરમિયાન ટ્રાંજિટમાં  અચાનક જ રોકીને સુરક્ષા તપાસ દરમિયાન પાસપોર્ટ લઇ લેવામાં આવ્યો હતો. ચીની અધિકારીઓનું કહેવું હતું કે અરુણાચલ પ્રદેશ ચીનનો જ હિસ્સો છે. આથી તમારા પાસપોર્ટને કાયદેસર ગણવામાં આવતો નથી. માત્ર જન્મસ્થાન અરુણાચલપ્રદેશ દર્શાવવામાં આવ્યું હોવાથી ચીની અધિકારીઓ આવો દાવો કરતા હતા. થોંગડોકે છેવટે કંટાળીને પોતાના એખ મિત્રની મદદથી શંઘાઇમાં એક ભારતીય કોન્સુલેટનો સંપર્ક કર્યો હતો. ભારતીય અધિકારીઓના હસ્તક્ષેપ પછી મોડી રાત્રે શાંઘાઇમાંથી બહાર નિકળવા માટે એસકોર્ટ કરી હતી.