કેજરીવાલને ફરી ઝટકો, આમ આદમી પાર્ટીના મોટા ગજાના નેતાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Priyanka Kakkar Joins Congress: અરવિંદ કેજરીવાલની પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. રાઘવ ચઢ્ઢા સહિત અનેક નેતાઓના બળવા પછી હવે વધુ એક મજબૂત ચહેરાએ પાર્ટીનો સાથ છોડી દીધો છે. ટીવી પર પાર્ટીનો પક્ષ મજબૂતીથી રજૂ કરનારા પ્રવક્તા પ્રિયંકા કક્કડે હવે અરવિંદ કેજરીવાલની પાર્ટી છોડી દીધી છે. તેમણે શનિવારે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. પ્રિયંકા કક્કડની સાથે રજત રાકેશ ટંડન અને પૂર્વ ધારાસભ્ય શ્યામ સુંદર શર્માએ પણ કોંગ્રેસનું સભ્યપદ લીધું છે. વ્યવસાયે વકીલ પ્રિયંકા કક્કડ AAPના મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા હતા. તેઓ ટીવી ડિબેટ દરમિયાન આમ આદમી પાર્ટીનો પક્ષ ખૂબ જ મજબૂતી અને આક્રમક રીતે રાખવા માટે જાણીતા હતા. ભાજપના પ્રવક્તાઓ સાથેની તેમની ડિબેટના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હતા. પરંતુ હવે અચાનક તેમણે કોંગ્રેસ પાર્ટીનો હાથ પકડી લીધો છે. દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ, વરિષ્ઠ નેતા રાજીવ શુક્લા અને પવન ખેડાની હાજરીમાં પ્રિયંકા કક્કડે કોંગ્રેસનું સભ્યપદ મેળવ્યું હતું.
મારે એ દિલ્હી પાછું જોઈએ છે: પ્રિયંકા
કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રિયંકા કક્કડે કહ્યું, 'હું આજે ખૂબ જ ગર્વ સાથે કોંગ્રેસમાં જોડાઈ રહી છું, કારણ કે મારે એ દિલ્હી પાછું જોઈએ છે, જેમાં હું મોટી થઈ હતી. મારે ક્લીન, ગ્રીન, પ્રોગ્રેસિવ અને સેફ દિલ્હી જોઈએ છે, જેમાં હું ઉછરી છું. એક દાયકાથી વધુના અનુભવથી હું અનુભવું છું કે, માત્ર કોંગ્રેસ જ આવું કરી શકે છે. મેં એ પણ અનુભવ્યું કે, આજે આપણા દેશના રાજકારણમાં જો કોઈ નેતા વિશ્વાસપાત્ર હોય તો તે રાહુલ ગાંધી છે. મેં જોયું કે તેઓ એકમાત્ર એવા નેતા છે જેમણે કેમેરા માટે આંસુ નથી વહાવ્યા. મેં જોયું કે તેમને નીચા બતાવવા માટે આખી મશીનરી લગાવી દેવામાં આવી, પરંતુ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અટલ રહ્યા.'
આમ આદમી પાર્ટી છોડવાનું શું કારણ આપ્યું?
આમ આદમી પાર્ટી છોડવાના કારણોનો ઉલ્લેખ કરતા પ્રિયંકા કક્કડે 'બંગલો-ચોપર' વાળી વાત કહીને સીધું નેતૃત્વ પર નિશાન સાધ્યું હતું. તેમણે ઈશારામાં અરવિંદ કેજરીવાલ પર જ પ્રહાર કરતા કહ્યું કે, મેં આમ આદમી પાર્ટી એટલા માટે છોડી કારણ કે શરૂઆતમાં વાત થઈ રહી હતી કે બંગલો કે ગાડી નહીં લઈએ, પરંતુ પછી ખાનગી મુસાફરી માટે હેલિકોપ્ટર (ચોપર) નો ઉપયોગ થવા લાગ્યો અને હું આ વાતનો બચાવ કરી શકતી નહોતી. આમ આદમી પાર્ટીએ ઘણા બુદ્ધિશાળી લોકોને આકર્ષિત કર્યા હતા, પરંતુ તેઓ તેમને ટકાવી રાખવામાં નિષ્ફળ રહ્યા. આજે કેવા લોકોને સ્થાન મળી રહ્યું છે? એવા નવા-નવા લોકો જેમણે બૂથ લેવલ પર પણ કામ નથી કર્યું, તેમને રાજસ્થાનથી ઉપાડીને પંજાબમાં મોટા-મોટા હોદ્દા, બંગલા અને ગાડીઓ બધું જ આપવામાં આવી રહ્યું છે. હું આ બાબતોનો બચાવ કરી શકતી નહોતી.'




