Get The App

'લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે...', ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
Amit Shah prediction PM 2029


(IMAGE - IANS)

Amit Shah prediction PM 2029: અમદાવાદમાં એક દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરાં પ્રહાર કરતાં કહ્યું કે, જે જનતાને ગમે છે તે જ મુદ્દાઓનો વિપક્ષ હંમેશા વિરોધ કરે છે તો પછી પ્રજા તમને મત ક્યાંથી આપે. તેમણે એવી પણ રાજકીય ભવિષ્યવાણી કરી કે, વર્ષ 2029માં પણ નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બનશે. સાથે સાથે તેમણે લોકસભા વિપક્ષના નેતા પર કટાક્ષ કરતાં કહ્યું કે, 'રાહુલ બાબા, હારથી થાકશો નહીં. પશ્ચિમબંગાળ અને તમિલનાડુમાં પણ હરાવીશું તે નક્કી કરીને રાખ્યું છે.'

રાહુલ ગાંધી પર કટાક્ષ

નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષનો ઘાણવો કાઢતાં કહ્યું કે, 'અમે રામ મંદિર બનાવીએ તો વિરોધ કરો, 370 કલમ હટાવીએ તો વિરોધ કરો, કોમન સિવિલ કોડ લાવીએ તો વિરોધ કરો છો. પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીએ તો વિરોધ કરો, જનતાને જે ગમે છે તેનો તમે વિરોધ કરો છો, તો પછી મત કોણ આપે. રાહુલ બાબાને હું સમજાવી શકું તેમ નથી. જેને પોતાની પાર્ટીવાળા સમજાવી ન શકે તેને વિરોધ કરવા વાળા ક્યાંથી સમજાવી શકે!'

2029માં પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ બનશે ભાજપ સરકાર

અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, 'રાહુલ ગાંધીએ સંસદમાં એક વિચિત્ર સવાલ કર્યો કે દર વખતે અમે કેમ ચૂંટણી હારી જઈએ છીએ? તો રાહુલ ગાંધીને વિનંતી છે કે, આ બે કાર્યક્રમ સમજી લો તો તમને સમજાઈ જશે કે તમે કેમ ચૂંટણી હારો છો. કોઈ મોટું આંદોલન થયું નથી. કોઈએ મને રોક્યો પણ નથી. કોઈએ પણ કશું પણ કહ્યા વગર વષી જૂની માંગણી સંવેદનશીલતાના કારણે પૂરી થઈ છે. જનતા માંગણી કરે કે ન કરે પરતું તેનું કામ કરવાનું કામ ભાજપ અને નરેન્દ્ર મોદીએ કર્યુ છે. આ કારણોસર 2029માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાટીની સરકાર બનવાની છે એનું કારણ ભાજપ પક્ષના સિદ્રાંતો છે.'

આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના, કેરળ જતી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગી, એકનું મોત

રાહુલ ગાંધી લોકોની સમસ્યાને સમજવાને બદલે 'સર' સમજવામાં પડી ગયા છે. હકીકતમાં આ એમનું કામ નથી. અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વ ઉમિયાધામ ખાતે પણ યુવા બિઝનેસ સંમેલનમાં પણ ખાસ હાજરી આપી હતી. સાથે સાથે ઈન્ડિયન મેડિકલ એસોસિએસનના નવા વરાયેલાં પદાધિકારીઓની શપથવિધીમાં પણ તેમની પ્રોત્સાહક ઉપસ્થિતી રહી હતી.

'લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે...', ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી 2 - image