India

કેન્દ્ર સરકારે સંસદમાં 3 બિલ રજૂ કર્યા, વિપક્ષનો જોરદાર હોબાળો, બિલની કોપી ફાડી કાગળ ફેંક્યા

By GS Team
20 Aug 20251 min read
This article was originally published on 20 Aug 2025
TukuTouch Logo
કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકસભામાં એક બિલ રજૂ કર્યું હતું જેમાં કોઈપણ ગુના હેઠળ વડાપ્રધાનથી માંડી કોઈપણ મંત્રીને પાંચ વર્ષ કે તેથી વધુ સમયની જેલની સજા હેઠળના ગુના માટે સળંગ 30 દિવસ સુધી ધરપકડ કે અટકાયત કરવામાં આવે તો તેમને પદ પરથી દૂર કરવામાં આવશે. આ બિલનો વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ નોંધાવતાં લોકસભાની કાર્યવાહી ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેન્દ્ર સરકારે સંસદમાં 3 બિલ રજૂ કર્યા, વિપક્ષનો જોરદાર હોબાળો, બિલની કોપી ફાડી કાગળ ફેંક્યા

Loksabha Bill: કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકસભામાં એક બિલ રજૂ કર્યું હતું જેમાં કોઈપણ ગુના હેઠળ વડાપ્રધાનથી માંડી કોઈપણ મંત્રીને પાંચ વર્ષ કે તેથી વધુ સમયની જેલની સજા હેઠળના ગુના માટે સળંગ 30 દિવસ સુધી ધરપકડ કે અટકાયત કરવામાં આવે તો તેમને પદ પરથી દૂર કરવામાં આવશે. આ બિલનો વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ નોંધાવતાં લોકસભાની કાર્યવાહી ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.



ઓવૈસીએ કર્યો વિરોધ

AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ આ બિલનો વિરોધ કરતાં કહ્યું છે કે, આ સત્તાના પૃથક્કરણનું ઉલ્લંઘન કરે છે. કાર્યકારી એજન્સીઓએ જજ, જ્યુરી અને જલ્લાદની ભૂમિકા નિભાવવાનો અધિકાર આપે છે. આ બિલ બિન-ચૂંટાયેલા લોકોને જલ્લાદની ભૂમિકા ભજવવાની સત્તા આપશે. આ બિલની અનુચ્છેદનો ઉપયોગ સરકારને અસ્થિર કરવામાં થશે. 



કોઈપણ મંત્રી વિરુદ્ધ ખોટો કેસ નોંધી જેલભેગા કરાશેઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ આ બિલનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, કાલે, તમે કોઈપણ મુખ્યમંત્રી વિરુદ્ધ કોઈપણ કેસ નોંધી શકો છો. તેને સાબિત કર્યા વિના 30 દિવસ સુધી જેલમાં રાખશો... અને સત્તા છીનવી લેશો. આ બિલ સંપૂર્ણપણે બંધારણ વિરોધી છે.

આ ત્રણ બિલ રજૂ કર્યાં

કેન્દ્ર સરકારે આજે લોકસભામાં કુલ ત્રણ બિલ રજૂ કર્યા છે. જેમાં બંધારણ (130મો સુધારો) બિલ, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર (સુધારો) બિલ. આ ત્રણેય બિલ સંપૂર્ણપણે એક નવું કાયદાકીય માળખું રજૂ કરે છે.