કોકરોચ આંદોલન વચ્ચે વડાપ્રધાન મોદીએ ફરી મોડી રાત્રે શેર કર્યો વીડિયો, કહ્યું-'થેન્ક યુ ફ્રેન્ડ્સ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Video Message: કોકરોચ આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વાર મોડી રાત્રે સેલ્ફ વીડિયો જાહેર કર્યો છે. તેમણે ગુરુવારે શેર કરવામાં આવેલા પોતાના વીડિયો પર મળેલી પ્રતિક્રિયા માટે લોકોનો આભાર માન્યો. પીએમ મોદીએ કહ્યું, 'થેન્ક યુ ફ્રેન્ડ્સ. કાલે મોડી રાત્રે આપને મળવાનો મોકો મળ્યો.
આજે શુક્રવારે મોડી રાત્રે શેર કરેલા વીડિયોમાં વડાપ્રધાને કહ્યું કે-
'મેં જે વીડિયો પોસ્ટ કર્યો હતો, તેના પર જે રીતે આપે રિસ્પોન્ડ કર્યું અને પોઝિટિવ સૂચનો આપ્યા, તેના માટે તમામનો આભાર. આપનો આ પ્રેમ જળવાઈ રહેશે અને આપણો નાતો વધુ સક્રિયતાથી જોડાતો રહેશે. થેન્ક યુ, થેન્ક યુ દોસ્તો.'
મહત્વનું છે કે વીડિયો પોસ્ટ કર્યાના 20 મિનિટની અંદર જ 10 લાખથી વધુ વ્યુઝ થઈ ગયા હતા.
કેન્દ્રીય કેબિનેટમાં પણ સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરવા પર ભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટની બેઠક દરમિયાન સોશિયલ મીડિયા દ્વારા યુવાનો સાથે વધુમાં વધુ જોડાવા પર ભાર મૂક્યો હતો. બુધવારે મળેલી બેઠકમાં તેમણે પોતાના મંત્રીમંડળના સહયોગીઓને સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેવાની સલાહ આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ બેઠકમાં એ પણ પૂછ્યું કે તેમના કેટલા સહયોગી ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મનો નિયમિતપણે ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે ઇન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં યુવાનો હાજર છે અને સરકારે આ પ્લેટફોર્મ્સ દ્વારા તેમની સાથે સીધા જોડાવા અને સંવાદ વધારવાની જરૂર છે.
ગઈકાલે શેર કરેલા વીડિયોમાં શું કહ્યું હતું?
તેના પછીના દિવસે ગુરુવારે રાત્રે 11:52 વાગ્યે પીએમ મોદીએ પ્રથમ એક સેલ્ફી વીડિયો મેસેજ પોસ્ટ કર્યો. તેમાં તેમણે સીધા વિદ્યાર્થીઓ સાથે વાત કરતા વિશ્વાસ અપાવ્યો કે NEET પેપર લીક વિવાદ વચ્ચે સરકાર તેમની સાથે ઉભી છે. તેમણે કહ્યું કે પેપર લીક કોઈ 'સામાન્ય બાબત નથી' અને તેની સામે કડક પગલાં લેવામાં આવશે. આ દરમિયાન શુક્રવારે કેબિનેટમાં એક પ્રસ્તાવિત કાયદા પર પણ ચર્ચા થવાની છે, જેમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવા અને પરીક્ષાઓમાં ગડબડ કરનારાઓ સામે સખત સજાની જોગવાઈ સામેલ છે.









