India

વિપક્ષના વિરોધ વચ્ચે સંસદનો મોટો નિર્ણય: FCRA સુધારા વિધેયકમાં ફેરફાર કરવા માટે 31 સાંસદોની સમિતિ રચાઈ

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
FCRA સુધારા વિધેયકને JPC એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ લોકસભામાં પસાર થયો છે. હવે આ બિલ પર JPC વિચાર-વિમર્શ કરશે અને સંસદના શિયાળુ સત્ર સુધીમાં પોતાનો રિપોર્ટ સોંપશે. JPCમાં 21 લોકસભા અને 10 રાજ્યસભાના સભ્યો સહિત કુલ 31 સભ્યો હશે. વિપક્ષે બિલને લઘુમતી વિરોધી ગણાવ્યું, જ્યારે સરકારે તેને દેશની સુરક્ષા માટે આવશ્યક ગણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

વિપક્ષના વિરોધ વચ્ચે સંસદનો મોટો નિર્ણય: FCRA સુધારા વિધેયકમાં ફેરફાર કરવા માટે 31 સાંસદોની સમિતિ રચાઈ

FCRA Amendment Bill Sent To JPC Committee: FCRA સુધારા વિધેયકને JPC એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો, જે પસાર થઈ ગયો છે. હવે JPC આ બિલ પર વિચાર-વિમર્શ કરીને સંસદના શિયાળુ સત્ર સુધી પોતાનો રિપોર્ટ સોંપશે. નોંધનીય છે કે, FCRA બિલ પર ભારે હંગામો થયો હતો, અને તેને JPCને મોકલવાની માંગ કરવામાં આવી રહી હતી.

JPCના ગઠન અને રિપોર્ટ અંગેની વિગતો

કેન્દ્રીય રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ અનુસાર:

કુલ સભ્યો: પ્રસ્તાવિત JPCમાં કુલ 31 સભ્યો હશે.

ગૃહ વાઇઝ પ્રતિનિધિત્વ: તેમાંથી 21 સભ્યો લોકસભામાંથી અને 10 સભ્યો રાજ્યસભામાંથી હશે.

રિપોર્ટની સમયસીમા: સમિતિને કાયદાકીય જોગવાઈઓની ઊંડાણપૂર્વક તપાસ કરવાની જવાબદારી સોંપાઈ છે. સમિતિ 2026ના શિયાળુ સત્રના પહેલા સપ્તાહના અંતિમ દિવસ સુધી સંસદમાં પોતાનો રિપોર્ટ સોંપશે.

વિપક્ષનો વિરોધ અને સરકારનો જવાબ

કોંગ્રેસ અને વિપક્ષનો આક્ષેપ: કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલ અને સપા સુપ્રીમો અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે, સરકાર આ બિલ દ્વારા લઘુમતીઓ અને NGOને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે, તેથી બિલ પાછું ખેંચવું જોઈએ.

કિરેન રિજિજૂનો પલટવાર: કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ આક્ષેપોને ફગાવતા કહ્યું કે, વિપક્ષ જ આ બિલને JPCમાં મોકલવાની માંગ કરી રહ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે, બિલમાં લઘુમતીઓ સામે એક પણ જોગવાઈ નથી, અને આ કાયદો દેશની સુરક્ષા તથા વિદેશી ભંડોળના યોગ્ય નિયમન માટે જરૂરી છે. વિપક્ષ JPCમાં પોતાના સૂચનો રજૂ કરી શકે છે.

ત્યારબાદ લોકસભા દ્વારા 'વિદેશી યોગદાન (નિયમન) સુધારા વિધેયક, 2026' ને JPCમાં મોકલવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.