India

યુપી ચૂંટણીમાં અખિલેશ યાદવનો માસ્ટરપ્લાન! દરેક વિધાનસભામાં BJPના 27 હજાર મત ઘટાડશે, તૈયારી શરૂ

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે 2027ની યુપી વિધાનસભા ચૂંટણી માટે મોટો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેમણે દરેક સીટ પર ભાજપના 27,000 મત ઘટાડી, અન્યાયનો ભોગ બનેલા પરિવારોને સપા સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં PDAનો 7મો ઓડિટ રિપોર્ટ જાહેર થયો, જેમાં ભાજપના શાસનમાં બાબાસાહેબ આંબેડકરની 151થી વધુ મૂર્તિઓ તોડાઈ હોવાનો દાવો કરાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

યુપી ચૂંટણીમાં અખિલેશ યાદવનો માસ્ટરપ્લાન! દરેક વિધાનસભામાં BJPના 27 હજાર મત ઘટાડશે, તૈયારી શરૂ

Akhilesh Yadav Plan For 2027: સપા અધ્યક્ષ અખિલેશ યાદવે 2027ની વિધાનસભા ચૂંટણી માટે દરેક સીટ પર ભાજપના 27 હજાર મત ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે અન્યાય અને અત્યાચારથી પ્રભાવિત પરિવારોને સપા સાથે જોડવાની વાત કહી. બેઠકમાં PDA નો 7મો ઓડિટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો.

યુપી વિધાનસભા ચૂંટણી 2027ને લઈને સમાજવાદી પાર્ટીએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે રવિવારે યોજાયેલી બેઠકમાં ચૂંટણીને લઈને મોટો ટાર્ગેટ નક્કી કર્યો છે. તેમણે કહ્યું કે, પાર્ટી રાજ્યની દરેક વિધાનસભા સીટ પર 27 હજાર મત વધારવાના લક્ષ્ય સાથે કામ કરશે. અખિલેશે કહ્યું કે, 2027માં સપા એ તમામ પરિવારો સુધી પહોંચશે, જેમની સાથે અત્યાચાર અને અન્યાય થયો છે. આવા પરિવારોને પાર્ટી સાથે જોડીને સત્તાધારી પક્ષના 27 હજાર મત ઓછા કરવાનો અને તેમને સપાના પક્ષમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

PDA ઓડિટનો 7મો રિપોર્ટ જાહેર

બેઠકમાં સમાજવાદી પાર્ટીએ PDA નો સાતમો ઓડિટ રિપોર્ટ પણ જાહેર કર્યો હતો. અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે, વર્ષ 2017થી 2026 વચ્ચે ભાજપ સરકારના કાર્યકાળમાં બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની 151થી વધુ મૂર્તિઓ તોડવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, મૂર્તિઓને જાણીજોઈને નિશાન બનાવવામાં આવી રહી છે, કારણ કે ભાજપ બંધારણ બદલવા માંગે છે. અખિલેશે કહ્યું કે, જ્યારે મૂર્તિઓ પર હુમલો થાય છે ત્યારે સૌથી પહેલા એ હાથને નિશાન બનાવવામાં આવે છે, જેમાં બાબા સાહેબે બંધારણ પકડેલું છે.

દર વર્ષે બાબા સાહેબની 15 મૂર્તિઓ તોડાઈ

અખિલેશના જણાવ્યા અનુસાર, રાજ્યના 72 જિલ્લાઓમાં બાબા સાહેબની મૂર્તિઓ તોડવાના કિસ્સાઓ સામે આવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, દર વર્ષે સરેરાશ 15 મૂર્તિઓ તોડવામાં આવી છે, પરંતુ માત્ર 14 કિસ્સાઓમાં જ કાર્યવાહી થઈ છે. સપા અધ્યક્ષે આ આંકડાઓ દ્વારા ભાજપ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા અને ચૂંટણીમાં આ મુદ્દાને પ્રમુખતાથી ઉઠાવવાના સંકેત આપ્યા હતા.

CM યોગીએ સૌથી વધુ પોતાના ગૃહ જિલ્લાની મુલાકાત લીધી:અખિલેશ

સપા અધ્યક્ષે મુખ્ચમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે પોતાના ગૃહ જિલ્લા ગોરખપુરના જેટલા પ્રવાસો કર્યા છે, તેટલા કોઈ મુખ્ચમંત્રીએ કર્યા નથી. અખિલેશે રાજ્યમાં બેરોજગારી અને સરકારી નોકરીઓની અછતનો મુદ્દો ઉઠાવતા આરોપ લગાવ્યો હતો કે, યુવાનોનો હક અને અનામત છીનવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પેપર લીકના કારણે યુવાનોને સરકારી નોકરીઓથી વંચિત રહેવું પડ્યું અને દેશમાં સૌથી વધુ પેપર લીક ઉત્તર પ્રદેશમાં થયા. અખિલેશે ખેડૂતોની જમીનના વળતર અને સર્કલ રેટ અંગે પણ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે અયોધ્યામાં જમીનો સંબંધિત મામલાઓનો હવાલો આપતાં મોટા પાયે જમીન કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.