Get The App

હવાઈ મુસાફરી થઈ મોંઘી: એર ઇન્ડિયાએ ફ્યુલ સરચાર્જના નામે ભાડું વધાર્યું, જાણો કયા રૂટ પર કેટલો વધારો

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
હવાઈ મુસાફરી થઈ મોંઘી: એર ઇન્ડિયાએ ફ્યુલ સરચાર્જના નામે ભાડું વધાર્યું, જાણો કયા રૂટ પર કેટલો વધારો 1 - image


Air India Revises Fuel Surcharge: ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે જેટ ફ્યૂલના ભાવમાં થયેલા 100 ટકાના ઉછાળા બાદ એર ઇન્ડિયાએ 8 એપ્રિલથી ભાડામાં વધારો કર્યો છે. હવે એરલાઇન અંતરના આધારે રૂ. 299થી રૂ. 899 સુધીનો સરચાર્જ આપવો પડશે. અગાઉ માર્ચમાં કંપનીએ રૂ. 399નો ફ્લેટ રેટ રાખ્યો હતો, પરંતુ હવે તેને 'ડિસ્ટન્સ બેઝ્ડ ગ્રીડ'માં ફેરવી દેવામાં આવ્યો છે.

શા માટે વધ્યા ભાવ?

ક્રૂડ ઓઇલમાં ભડકો: ફેબ્રુઆરીના અંતમાં જેટ ફ્યૂલનો ભાવ 99.40 ડૉલર હતો, જે 27 માર્ચ સુધીમાં વધીને 195.19 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે.

રિફાઇનરી માર્જિન : ઇંધણને રિફાઇન કરવાનો ખર્ચ માત્ર ત્રણ અઠવાડિયામાં ત્રણ ગણો વધી ગયો છે, જે એરલાઇન્સ માટે મોટો પડકાર છે.

અંતર (કિ.મી.માં)

નવો સરચાર્જ (રૂપિયામાં)

0થી 500 કિ.મી.

299

501થી 1000 કિ.મી.

399

1001થી 1500 કિ.મી.

549

1501થી 2000 કિ.મી.

749

2000 કિ.મી.થી વધુ

890


આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે સરચાર્જ (ડૉલરમાં)

SAARC દેશો (બાંગ્લાદેશ સિવાય): 24 ડૉલર 

સિંગાપોર: 60 ડૉલર 

ચીન અને દક્ષિણ-પૂર્વ એશિયા: 100 ડૉલર 

યુરોપ: 205 ડૉલર

નોર્થ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા: 280 ડૉલર