એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અમદાવાદની જેમ RAT એક્ટિવ કરવું પડ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Air India Birmingham Flight Emergency Landing: એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. એર ઈન્ડિયાની અમૃતસરથી બર્મિંઘમ જઈ રહેલી ફ્લાઈટ AI117નું ઈમરજન્સી રેમ એર ટર્બાઈન લેન્ડિંગ (RAT) પહેલાં જ અચાનક આપોઆપ એક્ટિવ થઈ જતાં બ્રિટનમાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. જો કે, સદનસીબે તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે.
એર ઈન્ડિયાએ આ અંગે માહિતી આપી હતી કે, શનિવારે ફાઈનલ એપ્રોચ દરમિયાન RAT સિસ્ટમ આપોઆપ એક્ટિવ થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે, ફ્લાઈટ AI117ના ઓપરેટર્સે બર્મિંઘમ પહોંચતાં પહેલાં જ RATનું ડિપ્લોયમેન્ટ નોંધ્યું હતું. તમામ વિદ્યુત અને હાઈડ્રોલિક માનક સામાન્ય હતાં અને વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. વિમાનને ટેક્નિકલ તપાસ માટે ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે. તેની રિટર્ન ફ્લાઈટ (બર્મિંઘમથી દિલ્હી) રદ કરવામાં આવી હતી. તમામ પ્રભાવિત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ થઇ ગયું કન્ફર્મ! કેજરીવાલ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે, જુઓ કોને ઉમેદવાર બનાવાયા
શું છે RAT?
રેમ એર ટર્બાઇન એ એક ઇમરજન્સી ડિવાઇસ છે જે એરક્રાફ્ટ એન્જિન અથવા મુખ્ય પાવર સપ્લાય નિષ્ફળતાના કિસ્સામાં પવનની શક્તિથી વીજળી અને હાઇડ્રોલિક પ્રેશર ઉત્પન્ન કરે છે. આ સિસ્ટમ સામાન્ય રીતે ફક્ત ગંભીર કટોકટીમાં જ એક્ટિવ થાય છે. એરલાઇને જણાવ્યું હતું કે, 'મુસાફરો અને ક્રૂની સલામતી એર ઇન્ડિયાની ટોચની પ્રાથમિકતા છે. વિગતવાર નિરીક્ષણ પછી જ વિમાનને સેવામાં પાછું લાવવામાં આવશે'
અમદાવાદ પ્લેન ક્રેશમાં પણ થયુ હતું એક્ટિવ
આ વર્ષે જૂનમાં અમદાવાદમાં બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટના દરમિયાન RAT આપમેળે એક્ટિવ થયું હતું. તે ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઇંધણ પુરવઠામાં વિક્ષેપને કારણે એન્જિન બંધ થઈ ગયું હતું. જેના કારણે ઇમરજન્સી સિસ્ટમ શરૂ થઈ હતી.










