India

AI દીવાલની આરપાર જોઇને રેડિયો વેવ્સની મદદથી 3D ઈમેજ તૈયાર કરશે

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
કેલિફોર્નિયામાં એપલના પૂર્વ કર્મચારીઓએ 'વેવસાઈટ' નામની AI ઇમેજિંગ સિસ્ટમ વિકસાવી છે. આ સિસ્ટમ રેડિયો વેવ્સનો ઉપયોગ કરીને દિવાલ પાછળના પાઇપ, વાયરિંગ અને અન્ય સ્ટ્રક્ચરલ એલિમેન્ટ્સનો 3-D નકશો 1 મિલીમીટરની ચોકસાઈ સાથે બનાવે છે. બાંધકામ ઉદ્યોગ માટે આશીર્વાદરૂપ આ ટેકનોલોજીથી પ્રાઈવસીનું જોખમ પણ ઉભું થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AI દીવાલની આરપાર જોઇને રેડિયો વેવ્સની મદદથી 3D ઈમેજ તૈયાર કરશે

AI News : એપલના પૂર્વ કર્મચારીઓની સ્ટાર્ટઅપ એપલાઈડ ઈલેક્ટ્રોડાયનેમિક્સે વેવસાઈટ નામની નવી એઆઈ ઈમેજિંગ સિસ્ટમ રજૂ કરી છે. આ સિસ્ટમ કેમેરા કે લાઈટને બદલે રેડિયો વેવ્સનો ઉપયોગ કરે છે. તે દીવાલની પાછળ રહેલી પાઈપ્સ, વાયરિંગ અને અન્ય સ્ટ્રક્ચરલ ઈલિમેન્ટ્સનો 3D મેપ તૈયાર કરી શકે છે. કંપનીનું કહેવું છે કે, આ ટેકનોલોજી ખાસ કરીને કન્સ્ટ્રક્શન, રિનોવેશન અને બિલ્ડિંગ મેઈન્ટેનન્સ સેક્ટરમાં મોટો ફેરફાર લાવી શકે છે.

વેવસાઈટને દીવાલ સાથે અડકાવવાની જરૂર નથી હોતી. તે થોડા અંતરેથી જ રેડિયો વેવ્સ મોકલે છે. જેના દ્વારા અંદરનું 3D વિઝ્યુલાઈઝેશન તૈયાર કરવામાં મદદ મળે છે. તેનો ઉપયોગ કરીને ડ્રિલિંગ અને રિનોવેશન પહેલા અંદર પાઈપ કે વાયર ક્યાં છે તેની માહિતી મળી શકે છે. જેથી નુકસાન અને ખર્ચ બંને ઘટે છે.

આ સિસ્ટમ એક મિનિટથી પણ ઓછા સમયમાં સ્કેન પૂર્ણ કરી દે છે. તે 1 મિલીમીટર સુધીની એક્યુરસી સાથે પરિણામ આપે છે.

નિષ્ણાતોનું માનવું છે કે, આ ટેકનોલોજી કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. પરંતુ, ભવિષ્યમાં તેનો ઉપયોગ પ્રાઈવેટ પ્રોપર્ટીની માહિતી મેળવવા માટે થઈ શકે છે.

જેથી પ્રાઈવસી અને સર્વેલન્સ અંગે પ્રશ્નો ઉભા થઈ શકે છે. કંપનીનું કહેવું છે કે, હાલ વેવસાઈટનો મુખ્ય હેતુ ઈન્ડસ્ટ્રિયલ અને કન્સ્ટ્રક્શન એપ્લિકેશન્સ માટે જ છે.