India

IIT બોમ્બેમાં અભ્યાસ બાદ 2.9 કરોડની નોકરી ઠુકરાવી, પછી શરૂ કરી કરીયાણાની દુકાન!

By GS Team
6 Jul 20263 mins read
TukuTouch Logo
IIT બોમ્બેના ગોલ્ડ મેડલિસ્ટ વિવેક શર્માએ અમેરિકામાં 2.9 કરોડના વાર્ષિક પેકેજની નોકરીની ઓફર ઠુકરાવી દીધી છે. કાનપુરના આ યુવાને માતા-પિતાની નાજુક તબિયત (પિતાને હાર્ટ એટેક, માતાને કેન્સર) જોઈને આ નિર્ણય લીધો. હવે વિવેક પોતાના ઘરે કરિયાણાની દુકાન ચલાવી, ગરીબ બાળકોને કોડિંગ શીખવી રહ્યો છે. આ કિસ્સો પરિવાર પ્રત્યેની ફરજને ઉજાગર કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IIT બોમ્બેમાં અભ્યાસ બાદ 2.9 કરોડની નોકરી ઠુકરાવી, પછી શરૂ કરી કરીયાણાની દુકાન!

IIT Bombay Gold Medalist Vivek Sharma: વિચારો કે, તમને અમેરિકામાં વાર્ષિક 2.9 કરોડના પેકેજ સાથે નોકરીની ઓફર મળે અને તમે તેને ઠુકરાવીને કોઈ નાના શહેરમાં કરિયાણાની દુકાન શરૂ કરી દો, તો સામાન્ય રીતે લોકોને તમારો આ નિર્ણય બિલકુલ પસંદ નહીં આવે. પરંતુ કાનપુરના રહેવાસી વિવેકે કંઈક આવું જ કર્યું છે. IIT Bombayના કમ્પ્યુટર સાયન્સના ગોલ્ડ મેડલિસ્ટ વિવેક શર્માને અમેરિકામાં લગભગ 2.9 કરોડના વાર્ષિક પેકેજની શાનદાર ઓફર મળી હતી. જો કે, પોતાના કરિયરની શરૂઆત થાય તે પહેલાં જ તેને જાણવા મળ્યું કે તેમના પિતાને હાર્ટ એટેક આવ્યો છે અને તેમની માતા કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહી છે. ત્યારબાદ માતા-પિતાની આ નાજુક પરિસ્થિતિને જોતાં વિવેકે સેન ફ્રાન્સિસ્કો જવાને બદલે ભારતમાં જ રહેવાનો મોટો નિર્ણય લીધો છે.

પોસ્ટમાં આ વાતનો ઉલ્લેખ

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી પોસ્ટ પ્રમાણે શર્મા વિવેક IIT Bombayથી બી.ટેક કમ્પ્યુટર સાયન્સમાં ગોલ્ડ મેડલિસ્ટ રહ્યો છે. તેનો અભ્યાસ પૂર્ણ થયા બાદ તેને અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોના એક સ્ટાર્ટઅપ તરફથી 2.40 લાખ ડૉલર એટલે કે લગભગ 2.90 કરોડના વાર્ષિક પેકેજની ઓફર મળી હતી. આ ઓફરમાં તેને વિઝા સ્પોન્સરશિપ, રીલોકેશન બેનિફિટ અને ગ્લોબલ લેવલ પર કરિયર બનાવવાની એક સુવર્ણ તક હતી. પરંતુ પરિવારની સ્થિતિને જોતાં વિવેકે અમેરિકા જવાના પોતાના નિર્ણયને બદલી નાખ્યો.

પરિવારનું બલિદાન

પ્રાપ્ત માહિતી પ્રમાણે વિવેક કાનપુરના એક લોઅર મિડલ ક્લાસ પરિવારમાંથી આવે છે. તેમના પિતા રેલવેમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે તેમની માતા ટ્યુશન ભણાવીને પરિવારની આવકમાં યોગદાન આપતી હતી. સોશિયલ મીડિયા પોસ્ટ પ્રમાણે વિવેકના માતા-પિતાએ તેના શિક્ષણ માટે ખૂબ જ મોટો ત્યાગ આપ્યો છે. તેમણે પોતાની પોતાની જિંદગીભરની તમામ બચત ખર્ચી નાખી, ઘરના સોનાના દાગીના પણ વેચી દીધા હતા અને એક-એક રૂપિયાનો હિસાબ રાખ્યો જેથી તે IIT બોમ્બેમાં એડમિશન લેતા પહેલા કોટામાં અભ્યાસ કરી શકે. માતા-પિતાનો આ ત્યાગ અને વિવેકની સખત લગન આખરે રંગ લાવી. વિવેકે IIT બોમ્બેમાંથી કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી એટલું જ નહીં, પરંતુ પોતાના શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન બદલ સંસ્થા તરફથી ગોલ્ડ મેડલ પણ હાંસલ કર્યો.

અમેરિકાનું સપનું કેમ તૂટ્યું

વાયરલ પોસ્ટ પ્રમાણે વિવેક અમેરિકા જઈને પોતાની નવી નોકરીની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ બરાબર એ જ સમયે તેમના પિતાને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેમની માતા કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બની ગઈ. પરિવાર પર આવી પડેલી આ મુશ્કેલ ઘડીમાં વિવેકે અમેરિકા જવાનો પોતાનો નિર્ણય તાત્કાલિક અસરથી મોકૂફ રાખી દીધો હતો. માતા-પિતા સાથે જ રહેવા માટે વિવેકે પોતાનો અમેરિકન વિઝા ઈન્ટરવ્યુ પણ રદ્દ કરી દીધો અને 2.9 કરોડના જંગી પેકેજવાળી નોકરીની ઓફરને પણ ઠુકરાવી દીધી.

ઘર નીચે નાની દુકાન ખોલી

વર્ષો બાદ વિવેકની આ સ્ટોરી ઈન્ટરનેટ પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વિવેક અલ્વિસ નામના યુઝરે એક પોસ્ટ શેર કરીને દાવો કર્યો છે કે, વિવેક શર્મા હવે પોતાના ઘરની નીચે જ એક નાનકડી કરિયાણાની દુકાન ચલાવે છે અને આ સાથે જ ગરીબ બાળકોને કોડિંગ શીખવે છે. આ પોસ્ટે મહત્વાકાંક્ષા, પરિવાર પ્રત્યેની ફરજ અને સફળતાના સાચા અર્થને ફરી એક વાર ઉજાગર કર્યો છે.