ધર્મેન્દ્ર પ્રધાન બાદ હવે કોનો નંબર? ગાયિકાએ ઈથેનોલનો ઉલ્લેખ કરી કર્યો કટાક્ષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Neha Singh Rathore On Dharmendra Pradhan : ભોજપુરી લોક ગાયિકા અને રાજકીય વ્યંગકાર નેહા સિંહ રાઠોડે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ સમગ્ર ઘટનાક્રમ પર કટાક્ષ કરતી અનેક ટિપ્પણીઓ કરી છે, જે હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.
'NDA સરકારમાં પણ રાજીનામા પડે છે': નેહા રાઠોડ
નેહા સિંહ રાઠોડે પોસ્ટ કરીને લખ્યું કે, 'હમણાં જ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થયું છે. હવે પછીનો નંબર ઈથેનોલ વાળાનો છે, એવું કોઈ કહી રહ્યું હતું.' આ સિવાય તેમણે કટાક્ષ કરતાં ઉમેર્યું કે, 'NDA સરકારમાં પણ રાજીનામા પડે છે! ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે, તો શું હવે આપણે રામ મંદિરના ચઢાવાની ચોરી વિશે વાત કરીએ?'
નેહાના નિવેદન પર સોશિયલ મીડિયામાં બે ભાગ
આ બયાન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા ગરમાઈ છે. એક તરફ તેમના સમર્થકો આ ટિપ્પણીને સરકાર પર તીખો રાજકીય વ્યંગ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ ઘણા લોકો તેમની આકરી ટીકા પણ કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓ અને સામાજિક કાર્યકરો પણ આ રાજીનામા અંગે પોતપોતાના દ્રષ્ટિકોણ રજૂ કરી રહ્યા છે.
કોણ છે નેહા સિંહ રાઠોડ?
બીહારના કૈમૂર જિલ્લાની રહેવાસી નેહા સિંહ રાઠોડ એક જાણીતી ગાયિકા છે. તેઓ પોતાના ગીતો દ્વારા મોંઘવારી, ભ્રષ્ટાચાર, ગરીબી અને સરકારની નિષ્ફળતાઓ પર સવાલો ઉઠાવી ધારદાર વ્યંગ કરવા માટે ઓળખાય છે. તેમના 'બિહાર મેં કા બા?' અને 'UP મેં કા બા?' જેવા ગીતો સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય થયા હતા.









