Get The App

ભાજપના 'બંગ-વિજય' પછી પાકિસ્તાનથી શરૂ કરી, દુનિયાના અખબારોના પ્રતિભાવો

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
ભાજપના 'બંગ-વિજય' પછી પાકિસ્તાનથી શરૂ કરી, દુનિયાના અખબારોના પ્રતિભાવો 1 - image

- પશ્ચિમ બંગાળમાં પહેલી જ વાર ભાજપ સત્તાના સૂત્રો સંભાળશે, સૌથી વધુ મહત્વની વાત તે છે કે મમતાનો ગઢ જ ભાજપે તોડી નાંખ્યો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ફરી વધુ એકવાર ભાજપે ચૂંટણી વિજય પ્રાપ્ત કર્યો છે. પશ્ચિમ બંગાળ અને આસામમાં તો ભાજપની સરકાર બનશે જ. પુદ્દુચેરીમાં ભાજપનાં નેતૃત્વવાળુ એનડીએની સરકાર બનવાની છે.

સૌથી વધુ મહત્વની વાત તો તે છે કે તૃણમુલ અને મમતા બેનર્જીનો ગઢ મનાતા ભવાનીપુરમાં પણ દીદી પોતાનું સિંહાસન સાચવી શક્યાં નહીં. ૧૫ વર્ષ સત્તા પર રહ્યા પછી પણ અજેય મનાતો દુર્ગ ધ્વસ્ત થયો. આ અંગે વિવિધ દેશોનાં અખબારોના પ્રતિભાવો જાણવા રસપ્રદ રહેશે.

પાકિસ્તાનના ડોને લખ્યું છે કે, ભારતના મોદીએ વિપક્ષના કબજાવાળા પશ્ચિમ બંગાળમાં રેકોર્ડ બનાવી જશ્ન મનાવ્યો. આ હેડલાઇન ન્યૂઝ બની રહ્યા. ડોને આગળ લખ્યું છે કે, હિન્દુ-રાષ્ટ્રવાદી પાર્ટીને પ્રચંડ બહુમત મળ્યા પછી, સોમવારે વિપક્ષના કબજાવાળા પશ્ચિમ બંગાળમાં મુખ્ય ચૂંટણીમાં જીતનો દાવો કર્યો છે. (ઇંડીયાઝ મોદી સેલીબ્રેટસ રેકોર્ડ વીન ઇન ઓપોઝિશન હેલ્ડ વેસ્ટ-બેંગાલ્સ.)

જ્યારે બીબીસીએ જણાવ્યું મોદીઝ બીજેપી કોન્કર્સ બેંગાલ, વન ઓફ રેરેસ્ટ પોલિટિકલ ફ્રન્ટીયર્સ (મોદીના ભાજપાએ ભારતના સૌથી કઠીન રાજનૈતિક મોર્ચા પૈકીના એક બંગાળ પર વિજય પ્રાપ્ત કર્યો છે.) આ હેડલાઇન ન્યુઝ બની રહ્યા હતા. બીબીસીના વર્તમાન પત્રે લખ્યું છે. વર્ષો સુધી પશ્ચિમ બંગાળ રાજ્ય નરેન્દ્ર મોદીના રાજકીય વિજયમાં બહુ મોટો અપવાદ રહ્યું હતું. પરંતુ હવે તેઓની ભારતીય જનતા પાર્ટીના ભારતના હીન્દી-ભાષી હૃદય ક્ષેત્રમાં પોતાનો ધ્વજ લહેરાવી, પશ્ચિમ તેમજ ઉત્તર પૂર્વમાં વિસ્તાર કર્યો અને એક સમયે દુર્જેય મનાતા પ્રાદેશિક પ્રતિ દ્વંદ્વીઓ પરાજિત કર્યા.

અમેરિકી અખબાર ધી ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું, મોદીઝ હિન્દુ નેશનાલિસ્ટસ કોંકર એ બાસ્ટીયન ઓફ ઇંડીયાઝ ઓપોઝિશન (મોદીના હિન્દુ-રાષ્ટ્રવાદીઓએ ભારતના વિપક્ષના ગઢ ઉપર કબજો જમાવ્યો) તેમાં આગળ લખ્યું છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હિન્દુ-રાષ્ટ્રવાદી પાર્ટીએ દુનિયાના સૌથી મોટા લોકતંત્રનું પુનર્નિમાણ કરવાના પોતાના દશકો લાંબા અભિયાનમાં દેશના સૌથી વધુ વસ્તીવાળા રાજ્યો પૈકીના એક રાજ્યમાં મોદીના સૌથી વધુ ટીકાકાર પૈકીના એક મમતા બેનર્જીને પરાસ્ત કર્યા.

બાંગ્લાદેશની તો આ ચૂંટણી ઉપર પહેલેથી જ નજર હતી. તેના અગ્રીમ અખબાર ઢાકા-ટ્રિબ્યુનલ લખે છે કે, બીજેપી ટુ સ્ક્રીપ્ટ હીસ્ટ્રી ઇન વેસ્ટ બેંગાલ, તૃણમુલ સ્ટેટર્સ એટ બિગ ડીફીટ' (ભાજપા પશ્ચિમ બંગાળમાં ઇતિહાસ રચવા જઇ રહી છે.)