India

ભારતીયોએ તો ભારે કરી! એરપોર્ટ પર વ્હીલચેરની લાંબી લાઇનો લગાવી દીધી, સેવાના કથિત દુરુપયોગ અંગે ભારે ચર્ચા

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારત આવતી ફ્લાઇટના મુસાફરોની વ્હીલચેરમાં બેઠેલી તસવીર વાયરલ થઈ છે. સ્ટેનફોર્ડના વૈજ્ઞાનિક હોવાનો દાવો કરતા X યુઝરે આ ફોટો શેર કર્યો હતો. આ તસવીરે સોશિયલ મીડિયા પર વ્હીલચેર સેવાના કથિત દુરુપયોગ અંગે ચર્ચા જગાવી છે. 5 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. કેટલાક ડોલર ફી રાખવાથી સમસ્યા હલ થશે તેવા કટાક્ષ સાથે યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીયોએ તો ભારે કરી! એરપોર્ટ પર વ્હીલચેરની લાંબી લાઇનો લગાવી દીધી, સેવાના કથિત દુરુપયોગ અંગે ભારે ચર્ચા

Airport Wheelchair Misuse : એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ભારત આવતી ફ્લાઇટ (ઇન્ડિયા બાઉન્ડ ફ્લાઇટ) માટે બોર્ડિંગની રાહ જોઈ રહેલા મુસાફરોની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ છે. આ તસવીરમાં આધેડથી લઈને વૃદ્ધ મુસાફરો વ્હીલચેરમાં બેઠેલા જોવા મળે છે. સ્ટેનફોર્ડના વૈજ્ઞાનિક હોવાનો દાવો કરતા એક એક્સ (X) યુઝરે આ ફોટો શેર કર્યો હતો. આ તસવીરે સોશિયલ મીડિયા પર ગરમાગરમ ચર્ચા જગાવી છે. ઘણા લોકો વ્હીલચેર સેવાના કથિત દુરુપયોગ પર સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો વૃદ્ધો માટે તેની વાસ્તવિક જરૂરિયાતને મહત્ત્વ આપી રહ્યા છે.

'ડોલરમાં ફી વસૂલો તો બધા ચાલવા લાગશે'

આ પોસ્ટને સોશિયલ મીડિયા પર 5 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. યુઝર્સ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાકનું માનવું છે કે મોટા અને અજાણ્યા એરપોર્ટ પર ભાષાકીય મુશ્કેલીઓ અને દિશા શોધવામાં તકલીફ પડતી હોવાથી ઘણા પ્રથમ વખત મુસાફરી કરતા લોકો વ્હીલચેરનો સહારો લે છે. જ્યારે એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, "માત્ર અમુક ડોલરની ફી રાખી દો… તેઓ બધા ખુશીથી ચાલવા લાગશે." અન્ય એક યુઝરે કહ્યું કે, એરપોર્ટ મેનેજમેન્ટે તમામ વરિષ્ઠ નાગરિકો માટે ઇવી (EV) કાર્ટની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી આ સમસ્યાનો અંત લાવી શકાય.

સાચા દિવ્યાંગો માટે મુશ્કેલી ઊભી થવાની શક્યતા

કેટલાક લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે આવી રીતે વ્હીલચેરનો વધુ પડતો ઉપયોગ ખરેખર જરૂરિયાતમંદ દિવ્યાંગ લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. એરપોર્ટ પર આટલી મોટી સંખ્યામાં સ્ટાફ ન હોવાથી વાસ્તવિક દિવ્યાંગ મુસાફરોએ રાહ જોવી પડે છે. અગાઉ પણ આવા મુદ્દે ચર્ચા થઈ ચૂકી છે. બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શૉએ ભૂતકાળમાં આવી જ એક ઘટના પર પ્રતિક્રિયા આપતા સૂચન કર્યું હતું કે વ્હીલચેર સહાય માટે 5,000 રૂપિયાનો વધારાનો ચાર્જ લાદવો જોઈએ. તેનાથી ખરેખર કોને સેવાની જરૂર છે તે સ્પષ્ટ થઈ જશે.

image.png