India

AAP ના 'ચાણક્ય' હવે ભાજપના રાષ્ટ્રીય સચિવ, કેજરીવાલના 7 સાંસદમાંથી ફક્ત સંદીપ પાઠકને જ કેમ ચાન્સ?

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નવીને 64 સભ્યોની કારોબારી જાહેર કરી છે. AAP છોડી ભાજપમાં જોડાયેલા 7 રાજ્યસભા સાંસદોમાંથી સંદીપ પાઠકને રાષ્ટ્રીય સચિવ બનાવાયા છે. કેમ્બ્રિજમાંથી PhD કરનાર પાઠક AAPના "ચાણક્ય" મનાતા હતા. 2022 પંજાબમાં AAPની જીત પાછળ તેમની રણનીતિ હતી. 2027 પંજાબ ચૂંટણી માટે ભાજપ તેમના અનુભવનો ઉપયોગ કરશે. આ કેજરીવાલ માટે મોટો આંચકો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AAP ના 'ચાણક્ય' હવે ભાજપના રાષ્ટ્રીય સચિવ, કેજરીવાલના 7 સાંસદમાંથી ફક્ત સંદીપ પાઠકને જ કેમ ચાન્સ?

Sandeep Pathak BJP National Secretary : ભારતીય જનતા પાર્ટી (BJP)ના નવા રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નવીન દ્વારા જાહેર કરવામાં આવેલી 64 સભ્યોની નવી કારોબારીની યાદીમાં સંદીપ પાઠકની એન્ટ્રી સૌથી ચર્ચાસ્પદ બની છે. આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપમાં જોડાયેલા 7 રાજ્યસભા સાંસદોમાંથી માત્ર સંદીપ પાઠકને જ ભાજપના રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે. ભાજપે દળબદલુઓની ભીડમાંથી સાચા 'રણનીતિકાર'ની ઓળખ કરીને તેમને સંગઠનમાં આ મહત્ત્વની જવાબદારી સોંપી છે.

કોણ છે ગ્રાઉન્ડ સ્ટ્રેટેજીના એક્સપર્ટ સંદીપ પાઠક?

છત્તીસગઢના વતની સંદીપ પાઠક ભારતીય રાજકારણનો એક બિન-પરંપરાગત ચહેરો છે. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી PhD કર્યા બાદ ઓક્સફર્ડ અને MITમાં રિસર્ચ કર્યું હતું. આ પછી તેઓ IIT દિલ્હીમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા હતા. રાજકારણમાં પ્રવેશ્યા બાદ તેઓ ભાષણો આપવા કરતા ડેટા એનાલિસિસ, બૂથ-લેવલ સર્વે અને માઇક્રો-મેનેજમેન્ટના નિષ્ણાત ગણાયા. AAPમાં તેમનું કદ એટલું વધ્યું હતું કે તેમના માટે ડિસેમ્બર 2022 માં રાષ્ટ્રીય મહાસચિવનું નવું પદ ઊભું કરવામાં આવ્યું હતું.

2027 પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો દાવ

2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જ્યારે આમ આદમી પાર્ટીએ 117 માંથી 92 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો હતો, ત્યારે પડદા પાછળની મુખ્ય રણનીતિ સંદીપ પાઠકની જ હતી. હવે 2027 માં પંજાબમાં ફરીથી ચૂંટણીઓ યોજાવાની છે અને ભાજપ આ વખતે તમામ 117 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનું મન બનાવી ચૂક્યું છે. પંજાબના ગ્રામીણ અને શિખ વિસ્તારોમાં પકડ મજબૂત કરવા ભાજપ તેમના ગ્રાઉન્ડ નેટવર્ક અને અનુભવનો ઉપયોગ કરશે.

અરવિંદ કેજરીવાલ માટે મોટો રાજકીય આંચકો

સંદીપ પાઠકને AAP ના "ચાણક્ય" અને "સાઇલેન્ટ માસ્ટરમાઇન્ડ" માનવામાં આવતા હતા. 2017 ના પંજાબ પરાજય બાદ તેમણે 3 વર્ષ સતત મહેનત કરીને બૂથ સ્તર સુધી સંગઠન મજબૂત કર્યું હતું. કેજરીવાલ જ્યારે જેલમાં હતા ત્યારે તેમને મળવાની મંજૂરી ધરાવતા 3 લોકોમાંથી એક સંદીપ પાઠક હતા. 2022 ની પંજાબ જીતના બંને મુખ્ય ચહેરા- સંદીપ પાઠક અને રાઘવ ચઢ્ઢા હવે ભાજપમાં સામેલ થવાથી AAP ને સંગઠનાત્મક સ્તરે બહુ મોટું નુકસાન વેઠવું પડશે.