આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, કહ્યું- 'મેં રાજનીતિ છોડવાનો નિર્ણય લીધો'
Aam Aadmi Party AAP leader resigns : પંજાબના ખારરના ધારાસભ્ય અનમોલ ગગન માને વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે. માને એક ટ્વીટ કરીને તે અંગેની માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, 'મારું હૃદય ભારે છે, પરંતુ મેં રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. ધારાસભ્ય પદ પરથી સ્પીકરને આપવામાં આવેલું મારું રાજીનામું સ્વીકાર કરવામાં આવ્યું છે. મારી શુભકામનાઓ પાર્ટી સાથે છે. મને આશા છે કે, પંજાબ સરકાર જનતાની આશાઓ પર ખરી ઉતરશે.'
આ પણ વાંચો : ઉદ્ધવ-ફડણવીસની મુલાકાત પર ભડક્યાં એકનાથ શિંદે! કહ્યું- 'તેણે કાચિંડાની જેમ રંગ બદલ્યો'
વર્ષ 2020માં જોડાયા હતા પાર્ટીમાં
અનમોલ ગગન માન પંજાબ સરકારમાં પર્યટન મંત્રી રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2020માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અનમોલ ગગન માનની પંજાબી ગાયિકાથી મંત્રી સુધીની સફર ખૂબ રસપ્રદ રહી છે. તેમણે 2022માં વિધાનસભા ચૂંટણીમાં શિરોમણી અકાલી દળના ઉમેદવાર રણજીત સિંહ ગિલને લગભગ 37718 મતોથી હરાવ્યા હતા. 2022 વિધાનસભા ચૂંટણીમાં જીતનારી તે સૌથી યુવા નેતાઓમાંથી એક હતી. અનમોલ ગગન માને પાર્ટીનું કેમ્પેઇન ગીત પણ તૈયાર કર્યું હતું.
મોડેલિંગ અને ગાયનમાં કમાયું નામ
અનમોલ ગગન માનનો જન્મ 1990માં માનસામાં થયો હતો. તેમનો અભ્યાસ ચંદીગઢમાં થયો હતો. ત્યાર બાદ તેમણે પહેલા મોડેલિંગ પછી ગાયનમાં પોતાનું કરિયર બનાવ્યું હતું. ગયા વર્ષે જૂનમાં ઍડ્વોકેટ શાહબાઝ સોહી સાથે તેમના લગ્ન થયા હતા.
તો વળી, આ બાજુ એક દિવસ પહેલા શિરોમણી અકાલી દળના વરિષ્ટ નેતા તેમજ રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ રણજીત સિંહ ગિલે અકાલી દળ છોડવાની જાહેરાત કરી હતી.