India

રાજસ્થાનના ઝાલાવાડમાં થાંભલા ભરેલું ટ્રેક્ટર દુકાનમાં ઘૂસ્યું, બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ઘટના CCTVમાં કેદ

By GS Team
26 Jul 20261 min read
TukuTouch Logo
રાજસ્થાનના ઝાલાવાડમાં નયા તાલાબ રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. વીજળીના થાંભલા ભરેલા એક ટ્રેક્ટરના ચાલકે કાબૂ ગુમાવતા તે દુકાનમાં ઘૂસી ગયું હતું. આ દુર્ઘટનામાં 2 બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત CCTVમાં કેદ થયો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજસ્થાનના ઝાલાવાડમાં થાંભલા ભરેલું ટ્રેક્ટર દુકાનમાં ઘૂસ્યું, બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ઘટના CCTVમાં કેદ

Rajasthan Accident: રાજસ્થાનના ઝાલાવાડ સ્થિત નયા તાલાબ રોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. વીજળીના થાંભલા ભરીને જઈ રહેલા એક ટ્રેક્ટરના ચાલકે અચાનક કાબૂ ગુમાવતાં ટ્રેક્ટર રસ્તા કિનારે આવેલી એક દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે.

ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ

મળતી માહિતી અનુસાર, ટ્રેક્ટર પૂરઝડપે આવી રહ્યું હતું ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રેક્ટર સીધું દુકાન સાથે અથડાયું હતું. અકસ્માત સર્જાતાં જ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલા બંને બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સીસીટીવી ફૂટેજ કબજે કરીને અકસ્માત સંદર્ભે આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.