જન્માષ્ટમીની રાતે મંદિરે જતી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયું, મુજ્ફ્ફરનગરમાં શરમજનક ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Muzaffarnagar minor girl assault case : ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના છપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જન્માષ્ટમીની રાત્રે 14 વર્ષીય કિશોરી સાથે કથિત દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપ છે કે 4 સપ્ટેમ્બરની રાત્રે સગીરા ઘરથી મંદિર જવા નીકળી હતી, ત્યારે રસ્તામાં ત્રણ યુવકોએ તેને બળજબરીથી ઉઠાવી લીધી હતી. આ પછી તેને ગામમાં જ એક યુવકના ઘરે લઈ જવામાં આવી હતી. જ્યાં એક આરોપીએ તેની સાથે કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું.
મુખ્ય આરોપીની ધરપકડ અને અન્યની શોધખોળ
પીડિત પરિવારે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને મુખ્ય આરોપી સમીરની ધરપકડ કરીને તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ વલીન અને સલમાન સામે પણ તપાસ ચાલી રહી છે. ઘટના બાદ પીડિતાના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હિન્દુ નેતાઓ અને મંત્રીની પ્રતિક્રિયા
આ મામલે યોગ સાધના આશ્રમના મહંત સ્વામી યશવીર મહારાજે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે આરોપીઓનું ફૂલ એન્કાઉન્ટર કરવાની અને તેમના ઘર પર બુલડોઝર ચલાવવાની માંગ કરી છે. બીજી તરફ, આ ઘટના બાદ ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી કપિલ દેવ અગ્રવાલે પણ પીડિત પરિવારના ઘરે પહોંચીને તેમની સાથે વાતચીત કરી હતી અને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.




