'મને ખાલી હિન્દુઓના વોટ જોઈએ, વિપક્ષ લઈ લે મુસ્લિમોના વોટ...', યુપીના મંત્રીના નિવેદન પર હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UP Minister Thakur Raghuraj Singh On Vote Bank Politics: ઉત્તર પ્રદેશ સરકારના રાજ્યમંત્રી ઠાકુર રઘુરાજ સિંહે અલીગઢમાં એક વિવાદિત નિવેદન આપીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. તેમણે વિપક્ષી નેતાઓ અને ખાસ કરીને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે વિપક્ષી દળો માત્ર મુસ્લિમ મતદારોને ખુશ કરવા અને તેમનું રાજકારણ ચમકાવવામાં લાગેલા છે, જ્યારે ભાજપને માત્ર હિન્દુઓનો જ સાથ અને વોટ જોઈએ છે. મંત્રીએ દાવો કર્યો હતો કે હિન્દુવાદી વોટના મજબૂત દમ પર જ દેશ અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી બનશે.
મુગલોના ઇતિહાસને લઈને અખિલેશ યાદવ પર નિશાન
રાજ્યમંત્રી ઠાકુર રઘુરાજ સિંહે જણાવ્યું હતું કે, 'અખિલેશ યાદવ માત્ર વોટ બેન્કની રાજનીતિ કરવા માટે મુગલો અને ટીપૂ સુલતાનને મહાન બતાવવા માંગે છે અને ઇતિહાસને તોડી-મરોડીને રજૂ કરવાની કોશિશ કરી રહ્યા છે. અખિલેશ યાદવને સારવારની જરૂર છે અને તેમની આખી પાર્ટી હવે બેરોજગાર થઈ ચૂકી છે.'
કાનપુર-લખનઉ એક્સપ્રેસવે અને સંસદમાં વિપક્ષનો વ્યવહાર
કાનપુર-લખનઉ એક્સપ્રેસવેના નિર્માણમાં સામે આવેલી ગરબડ વિશે વાત કરતાં રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, 'નિર્માણ કરનારી કંપનીને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે અને હવે એ જ કંપની આગામી 5 વર્ષ સુધી રસ્તાના સમારકામનું કામ કરશે.' આ ઉપરાંત તેમણે વિપક્ષ પર આરોપ લગાવ્યો હતો કે, 'તેમણે સંસદ ચાલવા ન દઈને જનતાના ટેક્સના પૈસાનો બગાડ કર્યો છે અને તેઓ મહિલા અનામત વિધેયકને પાસ થવા દેવા માંગતા નથી.'
મુસ્લિમ વિરુદ્ધ હિન્દુત્વની રાજનીતિ પર બેબાક નિવેદન
રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની જોડી પર પ્રહાર કરતાં રઘુરાજ સિંહે કહ્યું કે, 'આ બંને નેતાઓને માત્ર મુસ્લિમ વોટ જ જોઈએ છે. વિપક્ષ ભલે પૂરા મુસ્લિમ વોટ લઈ લે, કારણ કે તેઓ ખુલ્લેઆમ હિન્દુવાદી નેતા છે અને તેમને માત્ર હિન્દુત્વના વોટની જ ઇચ્છા છે, જેના દમ પર તેઓ સરકાર બનાવશે.'









