SIR અંગેનો ચુકાદો પાછો ખેંચે સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચે ફ્રોડ કર્યું, SCના પૂર્વ જજનો ચોંકાવનારો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

SIR Decision Controversy: ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને લઈને દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળ આ પ્રક્રિયા પર સવાલો ઉઠાવી રહ્યા છે અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ ગોપાલ ગૌડાએ પણ આ મામલે સુપ્રીમ કોર્ટને એક મહત્ત્વપૂર્ણ અપીલ કરી છે.
સુપ્રીમ કોર્ટ પોતાનો SIR નિર્ણય પાછો ખેંચે: જસ્ટિસ ગોપાલ ગૌડા
સુપ્રીમ કોર્ટે ગત મે મહિનામાં બિહારમાં SIRની કાયદેસરતાને માન્ય રાખી હતી. હવે પૂર્વ જજ જસ્ટિસ ગોપાલ ગૌડાએ દાવો કર્યો છે કે ચૂંટણી પંચે ખોટા તથ્યો રજૂ કરીને કોર્ટને ગેરમાર્ગે દોરી છે અને ફ્રોડ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જસ્ટિસ ગૌડાએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે પોતાની મેળે SIRનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ અને ચૂંટણી પંચ પાસેથી તમામ રેકોર્ડ મંગાવવા જોઈએ, જેથી એ જાણી શકાય કે શું SIRનો નિર્ણય કમિશનના મોટાભાગના ચૂંટણી કમિશનરોની સહમતિ અને મંજૂરીથી લેવામાં આવ્યો હતો કે નહીં. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે SIRના નિર્ણયમાં ગેરકાયદેસરતા અને અબંધારણીયતા સાફ દેખાઈ રહી છે. આ ઉપરાંત, ફોર્મ-6માં ફેરફાર કરવાના વિવાદ અંગે CJI સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું છે કે સુપ્રીમ કોર્ટે આવા કોઈ સંશોધિત ફોર્મ-6ને મંજૂરી આપી ન હતી.
જસ્ટિસ ઉજ્જ્વલ ભુઈયાના નિવેદન પર વિવાદ અને પૂર્વ CJI બી.આર. ગવઈની ટીકા
જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ રવિવારે 'નાલસાર યુનિવર્સિટી ઓફ લો'માં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે લાખો ભારતીય નાગરિકોને તેમના મતદાનના અધિકારથી વંચિત કરતી કોઈપણ પ્રક્રિયા મૂળભૂત રીતે મનસ્વી અને બંધારણીય વ્યવસ્થા વિરુદ્ધ છે. બંધારણ નાગરિકોના બે વર્ગ ઊભા કરતું નથી - 'એક જેમને મત આપવાનો અધિકાર હોય અને બીજા જેમને ન હોય.'
આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા પૂર્વ CJI બી.આર. ગવઈએ સોમવારે કહ્યું હતું કે, 'ન્યાયિક મર્યાદા તેમને એવા મામલે કોઈ પણ ટિપ્પણી કરવાની પરવાનગી નથી આપતી જે અદાલતમાં વિચારાધીન છે અને જસ્ટિસ ભુઈયાએ આવી ટિપ્પણી ન કરવી જોઈતી હતી.'
જસ્ટિસ ગૌડા દ્વારા પૂર્વ CJI ગવઈના નિવેદનની આલોચના
પૂર્વ CJI બી.આર. ગવઈ દ્વારા જસ્ટિસ ભુઈયાની આલોચના કરવા પર પ્રતિક્રિયા આપતા જસ્ટિસ ગોપાલ ગૌડાએ સવાલ ઉઠાવ્યો કે તેમને આવી આલોચના કરવાનો શું અધિકાર છે? તેમણે યાદ અપાવ્યું કે જ્યારે પૂર્વ CJI ગવઈ બોમ્બે હાઈકોર્ટના જજ હતા, ત્યારે તેમણે 'લોયા કેસ' પર ટિપ્પણી કરી હતી, જ્યારે તે કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી હતી. જસ્ટિસ ગૌડાના મતે, જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ મતદારોના મોટા પ્રમાણમાં મતદાનથી વંચિત રહેવા સામે બોલીને કોઈ કાનૂની ભૂલ કરી નથી અને એક જજ તરીકે તેમને બંધારણીય મુદ્દા પર બોલવાનો પૂરો હક હતો.




