Entertainment

'જવાનું તો બધાને છે, હું કાલે હોઉં કે ન હોઉં...', નિધનના 4 દિવસ પહેલા જ નાના પાટેકરે આપ્યું હતું ભાવુક ભાષણ

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ગોવામાં હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયું છે. 7 ઓક્ટોબરે તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા ગોવા ગયા હતા. તેમના નિધનના 4 દિવસ પહેલા ડોના પાઉલામાં છેલ્લી વાર જાહેરમાં દેખાયા હતા. તેમણે જીવન-મૃત્યુ પર ભાવુક વાત કરી હતી. ગોવાના દિવંગત મુખ્યપ્રમુખ મનોહર પર્રિકરના કાર્યોના વખાણ કર્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

'જવાનું તો બધાને છે, હું કાલે હોઉં કે ન હોઉં...', નિધનના 4 દિવસ પહેલા જ નાના પાટેકરે આપ્યું હતું ભાવુક ભાષણ
IMAGE - IANS

Nana Patekar death: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ગુરુવારે ગોવા ખાતે હૃદયરોગના હુમલા (કાર્ડિયાક અરેસ્ટ)ના કારણે દુઃખદ અવસાન થયું છે. તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગોવા ગયા હતા, જ્યાં તેમનો છેલ્લો વીડિયો અને જાહેર ઉપસ્થિતિ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે. અભિનેતાએ પોતાના નિધનના માત્ર 4 દિવસ પહેલાં એટલે કે 4 ઓક્ટોબરે ડોના પાઉલા ખાતે છેલ્લી વાર જાહેરમાં હાજરી આપી હતી.

છેલ્લી જાહેર ઉપસ્થિતિ અને ભાષણ

અભિનેતા અને પદ્મશ્રી સન્માનિત નાના પાટેકરે રવિવારે ડોના પાઉલાના તાજ સિડાડે ડી ગોવા ખાતે સમ્રાટ ક્લબ ઇન્ટરનેશનલના સ્થાપના સમારોહમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમણે સફેદ કુર્તો અને સફેદ ગમછો પહેરેલો હતો. ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા તેમણે મરાઠીમાં જીવન અને મૃત્યુ વિશે એક ભાવનાત્મક વાત કહી હતી.

નાના પાટેકરે જણાવ્યું હતું કે, 'દરેક વ્યક્તિએ એક દિવસ આ દુનિયા છોડીને જવાનું છે, એટલે કે મૃત્યુ નિશ્ચિત છે. મને નથી ખબર કે હું કાલે અહીં રહીશ કે નહીં. દરેકના જીવનમાં તે સમય આવશે. પરંતુ આવું થાય તે પહેલાં મારે મારી જાતને એ સવાલ પૂછવાનો છે કે શું હું તે કરી રહ્યો છું જે હું કરવા માંગુ છું? મારી પત્ની, મારા બાળકો, મારું ઘર… આ બધા માટે જ જીવવાનું છે… તો જીવો અને મરો.' આ કાર્યક્રમમાં તેમણે ગોવાના દિવંગત મુખ્ય પ્રમુખ મનોહર પર્રિકરના કાર્યોની પણ પ્રશંસા કરી હતી.

આ ઉપરાંત, મૃત્યુના 48 કલાક અગાઉ પણ પણજીમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન તેમને ગોવાનું પારંપરિક વાદ્યયંત્ર 'શમેલ' વગાડતા જોવામાં આવ્યા હતા.

હૃદયરોગના હુમલાથી નિધન

પ્રાપ્ત માહિતી મુજબ, ગુરુવારે સવારે ગોવા સ્થિત પોતાના નિવાસ્થાને તેમને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો અને ગંભીર કાર્ડીયક અરેસ્ટ આવ્યો હતો. હોસ્પિટલ પહોંચાડતા પહેલા જ તેમની તબિયત વધુ લથડી હતી. મેડિકલ ટીમે અંદાજે 45 મિનિટ સુધી સતત સીપીઆર (CPR) આપીને તેમને બચાવવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા, પરંતુ કમનસીબે તેમને બચાવી શકાયા નહીં.

ઉલ્લેખનીય છે કે નાના પાટેકર તેમની છેલ્લી ફિલ્મ 'ઓ'રોમિયો'માં નજરે પડ્યા હતા, જેમાં તેમની સાથે શાહિદ કપૂર, તૃપ્તિ ડિમરી, અવિનાશ તિવારી અને દિશા પટણી પણ હતા.