India

CJPના દેખાવો પહેલા જ દિલ્હી પોલીસને મોટો ઝટકો, ફ્રી હેન્ડની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરનારા દેખાવકારો સામે પોલીસને ખુલ્લી છૂટ આપવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. CJI સૂર્યકાંતની બેન્ચે જણાવ્યું કે, યુવા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોનું ભવિષ્ય ધ્યાનમાં રાખવું જોઈએ. તેમને લાંબી કાનૂની લડાઈમાં ફસાવવા યોગ્ય નથી. કોર્ટે કહ્યું કે, ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા લોકોને આ આદેશનો લાભ નહીં મળે.

Summarized by AI; it may make mistakes. Check important info

CJPના દેખાવો પહેલા જ દિલ્હી પોલીસને મોટો ઝટકો, ફ્રી હેન્ડની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
IMAGE - IANS

Supreme Court Delhi Police free hand: સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને વિરોધ પ્રદર્શન કરનારા દેખાવકારો સામે કડક કાર્યવાહી કરવા માટે 'ખુલ્લી છૂટ' (ફ્રી હેન્ડ) આપવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ કર્યું કે કોર્ટ આ વાતથી પૂરી રીતે સભાન છે કે વિરોધ કરનારાઓમાં ઘણા યુવા વિદ્યાર્થીઓ છે અને તેમના ભવિષ્ય તથા પરિવારોનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

વિદ્યાર્થીઓને લાંબી કાનૂની લડાઈમાં ફસાવવા નથી માંગતા: સીજેઆઈ

ચીફ જસ્ટિસ સૂર્ય કાંતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'યુવા દેખાવકારો અને તેમના પરિવારોનું ભવિષ્ય ધ્યાનમાં રાખવું જોઈએ, કારણ કે તેમને લાંબી કોર્ટ કાર્યવાહીમાં ફસાવવા યોગ્ય નથી.'

કોર્ટે જણાવ્યું કે, 'અદાલતો દ્વારા પાસ કરાયેલા દરેક આદેશ સો ટકા સાચા જ હોય તેની કોઈ ગેરંટી હોતી નથી, પરંતુ જ્યારે વાત યુવા વિદ્યાર્થીઓની હોય ત્યારે માનવતાવાદી અભિગમ અપનાવવો પડે છે.'

કોર્ટે ભૂતકાળના કેટલાક ઉદાહરણો ટાંકીને કહ્યું કે, 'ભૂતકાળમાં પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં લોકોએ જે રીતે પ્રતિક્રિયા આપી હતી તેને ધ્યાનમાં રાખીને અગાઉ હાઇકોર્ટના આદેશો રદ કરવામાં આવ્યા છે, કારણ કે તેઓ કોઈ કુખ્યાત કે હાર્ડન ક્રિમિનલ (સાવ અપરાધીઓ) નહોતા.'

અરજદારના વકીલની દલીલ અને કોર્ટનો સ્પષ્ટ ઇન્કાર

અરજદાર એલ. રામનાથન વતી હાજર રહેલા વકીલ મેથ્યુ નેદુમપરાએ દલીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 142નો ઉપયોગ કરીને દેખાવકારો સામેની FIR રદ ન કરવાની જરૂર નહોતી. તેમણે એવું પણ કહ્યું કે શાંત બેઠેલી બહુસંખ્યક જનતાની ભાવનાઓનો આદર થવો જોઈએ અને પોલીસને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા મળવી જોઈએ.

જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલો ફગાવી દીધી હતી. સાથે જ કોર્ટે એ સ્પષ્ટ કર્યું કે જે લોકો ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે અથવા કુખ્યાત અપરાધીઓ છે, તેમને કોર્ટના આ આદેશોનો લાભ મળશે નહીં. આ મામલે મુખ્ય અરજીઓ પર સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી સમયમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.