India

ઝારખંડના રાંચીમાં ભૂખ હડતાળ કરનારા રાહુલની તબિયત લથડી, હૉસ્પિટલ ખસેડાયો

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે JPSC-JSSC પરીક્ષામાં કથિત ગેરરીતિ અને પેપર લીક સામે વિદ્યાર્થીઓ 2 અઠવાડિયાથી આંદોલન કરી રહ્યા છે. આમરણાંત ઉપવાસ પર બેઠેલા 4 વિદ્યાર્થીઓમાંથી રાહુલ નામના યુવકની તબિયત લથડતાં તેને હૉસ્પિટલ ખસેડાયો. રાહુલે સહાયક શિક્ષક પરીક્ષા પાસ કરી હતી, છતાં નિમણૂક ન મળતાં વિદ્યાર્થીઓ બેકડોર સેટિંગનો આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આંદોલનને સમર્થન આપ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝારખંડના રાંચીમાં ભૂખ હડતાળ કરનારા રાહુલની તબિયત લથડી, હૉસ્પિટલ ખસેડાયો
IMAGE - IANS

Ranchi JPSC & JSSC Paper Leak Protest: ઝારખંડની રાજધાની રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે JPSC અને JSSC પરીક્ષાઓમાં થયેલી કથિત ગડબડી અને પેપર લીક વિરુદ્ધ વિદ્યાર્થીઓ છેલ્લા બે અઠવાડિયા કરતાં પણ વધુ સમયથી ધરણાં અને અણશન પર બેઠા છે. આ આંદોલનમાં આમરણ ભૂખ હડતાળ પર બેઠેલા ચાર પ્રદર્શનકારીઓમાંથી એક રાહુલ નામના યુવકની તબિયત અચાનક લથડી છે. ચાર દિવસથી અન્ન-જળ ત્યાગીને બેઠેલા રાહુલનું શરીર તાવથી તપી રહ્યું હોવાથી સ્થળ પર હાજર ડૉક્ટરો તેને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ લઈ ગયા છે. રાહુલે સહાયક શિક્ષક પરીક્ષા પાસ કરી હોવા છતાં તેને નિયુક્તિ મળી નહોતી અને વિદ્યાર્થીઓનો આરોપ છે કે સરકારમાં બેકડોર સેટિંગને કારણે તેમની મહેનત પાણીમાં ગઈ છે.

આંદોલનને રાહુલ ગાંધીનું સમર્થન અને વિદ્યાર્થીઓની વેદના

પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ વિરોધ માત્ર એક વ્યક્તિની તબિયત બગાડવાનો મામલો નથી, પરંતુ લાંબા સમયથી ચાલી રહેલી નારાજગી અને આક્રોશનું પરિણામ છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અમે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે પણ વાત કરી છે, જેમણે મારી માંગણીઓનું સમર્થન કર્યું છે અને હવે તેઓ અમારી સાથે રૂબરૂ મુલાકાત માટે સમય મળવાની રાહ જોઈ રહ્યા છે.'

'સરકારનું વલણ અત્યંત સંવેદનહીન': વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મતો

વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મતોએ સરકારના વલણ સામે ભારે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, 'મારો ચહેરો જ મારી સ્વાસ્થ્ય સ્થિતિ બતાવી રહ્યો છે. હું માત્ર થોડું સાંભળી, વિચારી અને બોલી શકું છું, બાકીના અંગો સાથ નથી આપી રહ્યા. અમે સરકાર સાથે મળીને એવી મજબૂત વ્યવસ્થા બનાવવા માંગીએ છીએ જેમાં ભવિષ્યમાં ધાંધલી કે પેપર લીક થવાની કોઈ શક્યતા જ ન રહે.'

સ્થાનીય લોકો અને દેશભરમાંથી મળી રહ્યું છે સમર્થન

રાંચીમાં પ્રદર્શન કરી રહેલા આ વિદ્યાર્થીઓને સ્થાનિક નાગરિકો અને વેપારીઓનો પૂર્ણ સહયોગ મળી રહ્યો છે. લોકો મદદ માટે ઓનલાઇન અને રોકડ રકમ આપવા પહોંચી રહ્યા છે, પરંતુ આંદોલનકારી વિદ્યાર્થીઓ નાણાકીય સહાય લેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી રહ્યા છે. ખરાબ હવામાન અને વરસાદ વચ્ચે આંદોલન ચાલુ હોવાથી CJP દ્વારા વિદ્યાર્થીઓ માટે રેઇનકોટ મોકલવામાં આવ્યા છે, જ્યારે સંગઠનનું નેતૃત્વ પણ રાંચી પહોંચી રહ્યું છે.