India

જ્ઞાનેશ કુમારની સાથે સરકાર પણ જશે: CJP આંદોલન વચ્ચે રાહુલ ગાંધીનું નિવેદન, ભાજપે જુઓ શું કહ્યું

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે. તેમણે દાવો કર્યો કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવતા લોકશાહીને મજબૂત કરાશે. આ મુદ્દે રાહુલ ગાંધી અને અન્ય સાંસદોએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. ભાજપ અધ્યક્ષ નિતિન નવીને આને 'દેશને અસ્થિર કરવાનું ષડયંત્ર' ગણાવ્યું. તેમણે કહ્યું કે જનતાએ નકારતા વિપક્ષ હતાશ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્ઞાનેશ કુમારની સાથે સરકાર પણ જશે: CJP આંદોલન વચ્ચે રાહુલ ગાંધીનું નિવેદન, ભાજપે જુઓ શું કહ્યું

Rahul Gandhi CEC Gyanesh Kumar post: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે દાવો કર્યો કે જ્ઞાનેશ કુમાર પોતાના પદ પરથી હટશે, દેશમાં તેમની (ઇન્ડિયા ગઠબંધનની) સરકાર આવશે અને ત્યારબાદ લોકશાહીને ફરીથી મજબૂત કરવાનું કામ શરૂ કરાશે. આ મુદ્દે રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનના અન્ય સાંસદોએ શુક્રવારે રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી.

ભાજપ અધ્યક્ષ નિતિન નવીનનો પલટવાર: 'દેશને અસ્થિર કરવાનું ષડયંત્ર'

રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને રાહુલ ગાંધી, કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, 'કેટલાક લોકો 'અર્બન નક્સલ' માનસિકતા સાથે દેશને અસ્થિર કરવાના પ્રયાસો કરી રહ્યા છે. બીજેપી આવી કોશિશોનો આકરો જવાબ આપશે અને આવી તાકાતોના ઈરાદાઓ ક્યારેય સફળ થવા દેવામાં આવશે નહીં. ભાજપ વિકસિત ભારતના નિર્માણ અને વિકાસ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.'

'જનતાએ નકાર્યા એટલે વિપક્ષ હતાશ થયો'

નિતિન નવીને વિપક્ષી ગઠબંધન અને CJP પર નિશાન સાધતા જણાવ્યું કે દેશની જનતાએ આ લોકોને નકારી દીધા છે. જ્યારે લોકશાહીમાં હાર મળી ત્યારે તેમાંથી શીખવાને બદલે વિપક્ષે દેશને અસ્થિર કરવાનો ઈરાદો બનાવી લીધો છે. તેમણે રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો કે કેટલાક લોકો વિદેશી તાકાતોના સહારે રાજકારણ રમી રહ્યા છે અને વિવિધ રાજ્યોમાં સતત મળી રહેલી ચૂંટણી હારના કારણે વિપક્ષમાં ભારે હતાશા જોવા મળી રહી છે, જેને દેશની જનતા ક્યારેય સ્વીકારશે નહીં.