India

ટાટા ગ્રૂપને બરબાદ કરાઈ રહ્યું છે અને ઉદ્યોગપતિઓમાં બોલવાની હિંમત નથી: રાહુલ ગાંધી

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટાટા જૂથને સુનિયોજિત રીતે બરબાદ કરાઈ રહ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે 'X' પર પોસ્ટ કરી કહ્યું કે, ટાટા સંસમાં નેતૃત્વ અંગે ચાલી રહેલો આંતરિક વિવાદ મોદી-શાહનું રમકડું નથી. નોએલ ટાટાએ એન. ચંદ્રશેખરનને ચેરમેન બનાવવાનો પ્રસ્તાવ પડકાર્યો છે. આ મુદ્દે સરકાર કે ટાટા જૂથ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ટાટા ગ્રૂપને બરબાદ કરાઈ રહ્યું છે અને ઉદ્યોગપતિઓમાં બોલવાની હિંમત નથી: રાહુલ ગાંધી

Rahul Gandhi Tata Group: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે ટાટા જૂથને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ટાટા જૂથને સુનિયોજિત રીતે બરબાદ કરવામાં આવી રહ્યું છે અને દેશનો કોઈ પણ ઉદ્યોગપતિ આ મુદ્દે ખુલીને બોલવાની હિંમત દાખવી રહ્યો નથી. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'x' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'ભારતીય વ્યાપાર કે ઉદ્યોગો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું કોઈ અંગત રમકડું નથી. ભલે ઉદ્યોગપતિઓમાં બોલવાની હિંમત ન હોય, પરંતુ કોંગ્રેસમાં છે અને આ કથિત અપરાધો માટે ન્યાય સુનિશ્ચિત કરવામાં આવશે.'

ટાટા સંસમાં નેતૃત્વ અંગે મોટો આંતરિક વિવાદ

ટાટા જૂથની મુખ્ય કંપની 'ટાટા સંસ'માં અત્યારે લીડરશીપ અંગે મોટો આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. 17 સપ્ટેમ્બરના રોજ બોર્ડ બેઠકમાં એન. ચંદ્રશેખરનને ફરીથી ચેરમેન બનાવવાનો પ્રસ્તાવ પાસ કરાયો હતો. જોકે, ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને પડકાર્યો છે. બંને ટોચના પદો વચ્ચેનો આ મતભેદ હવે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સુધી પહોંચી ગયો છે, જેના કારણે દેશના કોર્પોરેટ જગતમાં ભારે ચર્ચા જાગી છે.

સરકાર અને ટાટા જૂથ તરફથી પ્રતિક્રિયા બાકી

રાહુલ ગાંધીએ દેશના ઉદ્યોગપતિઓ સામે સવાલ ઉઠાવ્યો છે કે તેઓ ક્યાં સુધી આમને આમ શાંત બેસી રહેશે? શું તેઓ ત્યારે જ અવાજ ઉઠાવશે જ્યારે બધું જ તેમના હાથમાંથી નીકળી જશે? રાહુલ ગાંધીના આ ગંભીર આરોપો અને ટાટા સન્સના નેતૃત્વ સંબંધિત વિવાદ પર હજુ સુધી કેન્દ્ર સરકાર કે ટાટા ગ્રુપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે જવાબ આવ્યો નથી. આ સમગ્ર ઘટનાને કારણે દેશના રાજકારણ અને વેપાર ક્ષેત્રમાં મોટી ચર્ચા શરુ કરી દીધી છે.