India

'ગમે તેટલી સત્તા મળે, અમે સેવાના માર્ગે જ રહીશું', વડનગરથી કાશી જતાં યાત્રીઓ સાથે PM મોદીની વાતચીત

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
પીએમ મોદીએ 'સેવા સંકલ્પ અભિયાન'ના સેવા યાત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી. તેમણે જણાવ્યું કે આપણું મુખ્ય કાર્ય માત્ર સેવા કરવાનું જ હોવું જોઈએ, કોઈ ઉપદેશ આપવાનો નથી. પીએમએ ગુજરાત સહિત અન્ય રાજ્યોના સેવા યાત્રીઓને સંબોધતાં કહ્યું કે, ગમે તેટલા ઊંચા શિખર પર પહોંચીએ, સેવાભાવથી ક્યારેય પીછેહઠ કરીશું નહીં. તેમણે વૃક્ષારોપણ અને પાણી બચાવવા સરળ ઉપાયો પણ સૂચવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

'ગમે તેટલી સત્તા મળે, અમે સેવાના માર્ગે જ રહીશું', વડનગરથી કાશી જતાં યાત્રીઓ સાથે PM મોદીની વાતચીત
IMAGE - IANS

PM Modi Interacts with Seva Sankalp Abhiyan Workers: પીએમ મોદીએ 'સેવા સંકલ્પ અભિયાન'ના સેવા યાત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશેષ વાતચીત કરી છે. આજે આપેલા પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, 'આપણું મુખ્ય કાર્ય માત્ર સેવા કરવાનું જ હોવું જોઈએ અને સેવા કરતાં-કરતાં જ સેવાભાવી સંદેશ આપવાનો છે, કોઈ ઉપદેશ આપવાનો નથી.' આ દરમિયાન પીએમ મોદીએ ગુજરાત સહિત અન્ય રાજ્યોના સેવા યાત્રીઓ સાથે પણ ચર્ચા કરી હતી અને ખાસ સંદેશ આપ્યો હતો કે, 'આપણે ગમે તેટલા ઊંચા શિખર પર પહોંચી જઈએ, પરંતુ સેવાભાવથી ક્યારેય પીછેહઠ કરીશું નહીં.'

સેવાના માર્ગથી ક્યારેય ભટકીશું નહીં: પીએમ મોદી

સેવા યાત્રીઓ સાથેની વાતચીતમાં પીએમએ જણાવ્યું હતું કે, 'આપણા દેશમાં પરંપરા છે કે જ્યારે કોઈ યાત્રા કરીને પરત આવે અને આપણે તેમને પ્રણામ કરીએ છીએ, ત્યારે યાત્રાનું જે પુણ્ય હોય છે તેનું અડધું પુણ્ય તે વ્યક્તિને મળે છે જે પ્રવાસીઓને પ્રણામ કરે છે. આથી મને પણ તમામ સેવા યાત્રીઓને પ્રણામ કરીને તેમનું અડધું પુણ્ય ચોરી લીધાની ભાવના આવી રહી છે. સ્વયંસેવકોને મારી એક જ અપીલ છે કે તમે તમારું પણ ધ્યાન રાખો અને સેવાના માર્ગથી ક્યારેય ન ભટકો. આપણું આચરણ એવું હોવું જોઈએ કે ગમે તેટલી મોટી રાજકીય કે સામાજિક શક્તિ મળી જાય, પરંતુ આપણો મુખ્ય માર્ગ હંમેશાં 'સેવા પરમો ધર્મ:'(સેવા જ સૌથી મોટો ધર્મ છે)ના સિદ્ધાંત પર જ અડગ રહેવો જોઈએ.'

વૃક્ષારોપણ અને પાણી બચાવવા અંગે પીએમ મોદીના સૂચનો

કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણનો વિશેષ ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ એક સરળ અને અસરકારક ઉપાય શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, 'જ્યારે પણ કોઈ છોડ અથવા વૃક્ષ વાવીએ, ત્યારે તેની પાસે પાણીથી ભરેલો એક માટીનો ઘડો મૂકી દેવો જોઈએ જેનું મોં ઉપરની તરફ હોય. મહિનામાં માત્ર એક જ વાર તે ઘડામાં પાણી ભરી દેવાથી છોડનો સારો એવો વિકાસ થાય છે. આ પદ્ધતિથી પાણીની પણ ભારે બચત થાય છે અને વધુમાં વધુ વૃક્ષો ઉગાડવામાં મોટી મદદ મળે છે.'