India

જંતર મંતર પર દેખાવોની મંજૂરી ન મળતા કોકરોચ ભડક્યાં, કહ્યું - પોલીસ અમને કેવી રીતે રોકી શકે?

By GS Team
7 Oct 20263 mins read
TukuTouch Logo
કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 10 ઑક્ટોબરે દિલ્હીના જંતર-મંતર પર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું એલાન કરાયું છે. જોકે, દિલ્હી પોલીસે આ પ્રદર્શન માટે મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે. CJPના સહ-સંયોજક સૌરવ દાસે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ઔપચારિક જાણકારી આપી હતી. પોલીસે મંજૂરી ન આપતા CJPએ નારાજગી વ્યક્ત કરી છે અને પ્રદર્શન યોજવાની ખાતરી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જંતર મંતર પર દેખાવોની મંજૂરી ન મળતા કોકરોચ ભડક્યાં, કહ્યું - પોલીસ અમને કેવી રીતે રોકી શકે?
IMAGE - IANS

Cockroach Janata Party Jantar Mantar protest: કોકરોચ જનતા પાર્ટી(CJP) દ્વારા આગામી 10 ઑક્ટોબરના રોજ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનના માધ્યમથી પાર્ટી મુખ્ય ચૂંટણી કમિશનર(CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહી છે, પરંતુ દિલ્હી પોલીસે આ પ્રદર્શન માટે મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

સંસદ માર્ગ પોલીસ સ્ટેશને પહોંચીને અપાઈ ઔપચારિક માહિતી

કોકરોચ જનતા પાર્ટીના સહ-સંયોજક સૌરવ દાસે બુધવારે દિલ્હી પોલીસને 10 ઑક્ટોબરે પ્રસ્તાવિત પ્રદર્શન અંગેની ઔપચારિક જાણકારી આપી હતી. સૌરવ દાસે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં પત્ર સોંપીને પોલીસને આ અંગે માહિતગાર કર્યા હતા, જેથી ભવિષ્યમાં એવો કોઈ વિવાદ ન થાય કે પ્રદર્શન અંગે પોલીસને અગાઉથી જાણ કરવામાં આવી ન હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રદર્શન દરમિયાન પાર્ટી પોલીસને સંપૂર્ણ સહયોગ કરશે અને તેમને પણ પોલીસ તરફથી સમાન સહયોગની અપેક્ષા છે.

જોકે, પોલીસે પ્રદર્શનની પરવાનગી આપવાનો ઇન્કાર કરતાં સૌરવ દાસે બહાર મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી કે અગાઉના કોકરોચ પ્રદર્શન પછીથી દિલ્હી પોલીસના અધિકારીઓ તેમની સાથે મુલાકાત પણ નથી કરી રહ્યા. તેમણે દાવો કર્યો હતો કે આ પ્રદર્શન ચોક્કસપણે યોજાશે અને તેમાં દેશભરમાંથી લોકો જોડાવા માટે આવી રહ્યા છે.

'પ્રદર્શન માટે પોલીસની મંજૂરીની જરૂર કેમ છે?'

પોલીસ દ્વારા પ્રદર્શનની પરવાનગી ન આપવા પર સવાલ ઉઠાવતા સૌરવ દાસે જણાવ્યું કે, 'જંતર-મંતર જેવા નિર્ધારિત સ્થળોએ પ્રદર્શન કરવા માટે પોલીસની ‘મંજૂરી’ લેવાની આવશ્યકતા જ કેમ હોવી જોઈએ? પોલીસની મુખ્ય ભૂમિકા પ્રદર્શન અટકાવવાની કે મંજૂરી આપવાની નહીં, પરંતુ પ્રદર્શનકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની, કાયદો અને વ્યવસ્થા જાળવવાની તથા ટ્રાફિકને નિયંત્રિત કરવાની હોવી જોઈએ. જંતર-મંતર એક ઐતિહાસિક અને નિર્ધારિત પ્રદર્શન સ્થળ છે જ્યાં લાંબા સમયથી શાંતિપૂર્ણ દેખાવો થતાં આવ્યા છે. આ સાથે જ તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર તીખા પ્રહારો કરી ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.

મુંબઈથી શરૂ થઈ વિરોધની રણનીતિ અને કાર્યકર્તાઓ પર દબાણનો આક્ષેપ

10 ઑક્ટોબરના રોજ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની આ જાહેરાત CJPના સંસ્થાપક અભિજિત દીપકે દ્વારા મુંબઈના શિવાજી પાર્ક ખાતે 2 ઑક્ટોબરે યોજાયેલા પ્રદર્શન બાદ કરવામાં આવી હતી. અભિજિત દીપકે ચીમકી ઉચ્ચારી હતી કે જો જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે તો દેશભરમાંથી CJP કાર્યકર્તાઓ દિલ્હી પહોંચશે. પાર્ટી દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

દરમિયાન, CJPના સંસ્થાપક અભિજિત દીપકેએ મહારાષ્ટ્રમાં પાર્ટીના કાર્યકર્તાઓ પર પોલીસ દ્વારા દબાણ લાવવામાં આવી રહ્યું હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે. મંગળવારે છત્રપતિ સંભાજીનગર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દાવો કર્યો હતો કે ચંદ્રપુર પોલીસે CJP કાર્યકર્તાઓને નોટિસો ફટકારી છે. કાર્યકર્તાઓને દિલ્હી પ્રવાસના ખર્ચના સ્ત્રોત વિશે સવાલો પૂછવામાં આવ્યા છે અને 10 ઑક્ટોબરના પ્રદર્શનમાં સામેલ ન થવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફ, ચૂંટણી પંચે ત્રણ સભ્યોના ચૂંટણી આયોગમાં મતભેદો હોવાની તમામ અટકળોને ફગાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે SIR સાથે જોડાયેલા તમામ નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા છે.