'હા, હું પણ દિમાગી નક્સલ છું, કેમ કે...', PM મોદીની ટિપ્પણી વિરુદ્ધ કેજરીવાલ પણ મેદાને
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Arvind Kejriwal News: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણીનો જવાબ આપતા પોતાને 'દિમાગી નક્સલ' ગણાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલા એક વીડિયોમાં તેમણે જણાવ્યું કે, 'હું દેશભક્ત છે અને આ વાત પર મને ગર્વ છે. જો આજે શહીદ ભગતસિંહ અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જીવિત હોત, તો વડાપ્રધાને તેમને પણ 'દિમાગી નક્સલ' જ કહ્યા હોત.'
અરવિંદ કેજરીવાલ પહેલાં પૂર્વ ગૃહમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે પણ પોતાને 'દિમાગી નક્સલ' ગણાવ્યા હતા. ત્યારબાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ પોતાના માટે આ જ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
PM મોદીની ટિપ્પણી વિરુદ્ધ કેજરીવાલ પણ મેદાને
અરવિંદ કેજરીવાલે વડાપ્રધાનની ટિપ્પણીનો અર્થ સમજાવતા^ કહ્યું કે, 'વડાપ્રધાનના મતે જે વ્યક્તિ પ્રશ્નો પૂછે છે અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવવા માંગે છે તે 'દિમાગી નક્સલ' છે. આ ઉપરાંત જે લોકો સારી હૉસ્પિટલ, રસ્તાઓ જેવી સુવિધાઓ ઇચ્છે છે, ભાજપ કે તેમનાથી ડરતા નથી અને વિકસિત ભારતનું સ્વપ્ન જુએ છે, વડાપ્રધાન તે તમામ લોકોને 'દિમાગી નક્સલ' માને છે.'
પીએમ મોદીના નિવેદનથી વિવાદ સર્જાયો
સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ 'દિમાગી નક્સલો'ને ઓળખીને તેમને અલગ તારવવાની અપીલ કરી હતી. જોકે, તેમણે આ શબ્દ અંગે વધુ સ્પષ્ટતા કરી નહોતી. વડાપ્રધાનના આ નિવેદન બાદ રાજકીય વિવાદ ચગ્યો હતો. કોંગ્રેસે પણ પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, 'વડાપ્રધાનના મતે કેન્દ્ર સરકારનો વિરોધ કરનાર દરેક વ્યક્તિ 'દિમાગી નક્સલ' છે.'









