71 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, જમ્મુમાં 3 કલાકમાં 7.30 ઈંચ વરસાદથી જળબંબાકાર, મહિલા સહિત 2ના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jammu Kashmir Rain Updates : રવિવારે જમ્મુમાં ત્રણ કલાકમાં 185.6 મિમી (7.30 ઇંચ) વરસાદ પડયો હતો. આ સાથે જ 1955માં નોધાયેલો 160 મિમીનો 71 વર્ષ જૂનો ઓક્ટોબર મહિનાનો રેકોર્ડ તૂટી ગયો છે.
સત્તાવાર સૂત્રોનાં જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે એક મહિલા સહિત બે લોકોનાં મોત થયા છે અને જનજીવમ ઠપ થઇ ગયું હતું. સવારે 8.30 કલાકે શરૂ થયેલા વરસાદને કારણે રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતાં. વાહનોને નુકસાન થયું હતું અને અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનઓ બની હતી.
અધિકારીઓનાં જણાવ્યા અનુસાર સતત પડેલા વરસાદને કારણે મહત્તમ તાપમાન ઘટીને 23.3 ડિગ્રી સેલ્સિયસ થઇ ગયું હતું. જે સામાન્ય કરતા 9 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું.
જમ્મુનાં રાયપુર ડોમાના વિસ્તારમાં એક 27 વર્ષીય મહિલા લાપતા થઇ હતી. તે પોતાના પતિને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે અચનાક આવેલા પૂરનાં પાણીમાં આ મહિલા તણાઇ ગયા હોવાનું માનવામાં આવે છે. તેનો પતિ પાર્ક કરેલી કારને ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે ગમે તે રીતે પોતાના પ્રાણ બચાવવામાં સફળ રહ્યો હતો. જો કે સ્થાનિક લોકો, પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટીમો દ્વારા સઘન શોધખોળ કરવા છતાં તેની પત્ની મળી આવી ન હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવાર સાંજે ડોમાના વિસ્તારમાંથી અન્ય એક વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો હતો.




