India

CJPના દાવા બાદ દિલ્હી પોલીસની પ્રેસ કોન્ફરન્સ, અભિજિત દીપકેનો વીડિયો કર્યો શેર, કહ્યું-'ખોટી છાપ ઊભી કરી'

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
દિલ્હી પોલીસે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના અભિજીત દીપકેની અટકાયત અંગે સ્પષ્ટતા કરી છે. DCP PRO નેહા યાદવે જણાવ્યું કે, CJPને અગાઉ શરતો સાથે પ્રદર્શનની મંજૂરી હતી, પરંતુ તેનું પાલન ન થતા આ વખતે પરવાનગી અપાઈ નહોતી. પોલીસે દીપકેના દાદીના અવસાન બાદ તેમને ઘરે જવા મદદની ઓફર કરી હતી, જેનો વીડિયો પણ શેર કર્યો છે. દીપકે 50,000ના બોન્ડ પર મુક્ત થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

CJPના દાવા બાદ દિલ્હી પોલીસની પ્રેસ કોન્ફરન્સ, અભિજિત દીપકેનો વીડિયો કર્યો શેર, કહ્યું-'ખોટી છાપ ઊભી કરી'

Delhi Police Press Conference On Abhijeet Dipke Detention: કોકરોચ જનતા પાર્ટી(CJP)ના દાવા બાદ દિલ્હી પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં દિલ્હી પોલીસના DCP PRO નેહા યાદવે CJPના પ્રદર્શનને લઈને કહ્યું કે, 'અગાઉ સંગઠનને કેટલીક શરતો સાથે પ્રદર્શન માટે અનુમતિ આપવામાં આવી હતી, પરંતુ CJPએ તે શરતોનું પાલન કર્યું નહોતું. જેને લઈને આ વખતે CJPને પ્રદર્શન માટે પરવાનગી આપી ન હતી.' બીજી તરફ, અભિજિત દીપકેની અટકાયતને લઈને પોલીસે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જેમાં દિલ્હી પોલીસે અભિજિત દીપકેનો વીડિયો શેર કરીને કહ્યું કે, 'ખોટી છાપ ઊભી કરી…'

CJPના દાવા બાદ દિલ્હી પોલીસની પ્રેસ કોન્ફરન્સ

પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પોલીસ અધિકારીએ અભિજીત દીપકેની અટકાયત અંગે જણાવ્યું કે, 'દીપકેના દાદીના અવસાન વિશે જાણ થતાં જ દિલ્હી પોલીસે તેમને મદદ કરવા માટે સતત પ્રયાસો કર્યા હતા. પોલીસે દીપકેને પૂછ્યું હતું કે શું તેઓ તેમના પરિવાર પાસે જવા માગે છે અને શું પોલીસ તેમની મુસાફરી માટે વ્યવસ્થા કરી શકે છે.'

અભિજિત દીપકેનો વીડિયો કર્યો શેર

દિલ્હી પોલીસે એક વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં પોલીસકર્મી દીપકેને કહે છે કે, 'દાદીનું નિધન થયું હોવાથી જો તમારે જવું હોય તો બસ, વિમાન, ટ્રેન કે અન્ય કોઈ માધ્યમથી મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી શકાય. પોલીસે દીપકેને એ પણ પૂછ્યું કે, તેઓ તેમના પિતા સાથે વાત કરવા ઈચ્છે છે. તેના જવાબમાં દીપકેએ કહ્યું કે, આ સમયે તે પિતા સાથે વાત નહીં કરી શકે.'

પ્રદર્શનને લઈને દીપકેની સોશિયલ મીડિયા પોસ્ટ

આ બધા વચ્ચે અભિજિત દીપકેએ કહ્યું કે, 'CJPનું પ્રદર્શન યથાવત રહેશે.' સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરતાં દીપકે કહ્યું કે, 'અમે કોઈ એવો બોન્ડ સાઈન નથી કર્યો કે જેમાં અમને પ્રદર્શન કરવાથી રોકવાની શરત હોય.' દીપકેએ સ્પષ્ટ કર્યું કે, તેઓ ફરીથી રસ્તા પર ઉતરશે.

રવિવારે(11 ઓક્ટોબરે) અભિજિત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને દિલ્હી કેંટ સ્થિત કાર્યકારી મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ પછી ત્રણેયને છોડવામાં આવ્યા હતા. જેમાં શાંતિ અને સારો વ્યવહાર રાખવા માટે રૂ.50,000ના જામીન બોન્ડ જમા કરવામાં આવ્યો હતો.