મધ્યપ્રદેશના સિવનીમાં 3 માળના મકાનમાં આગ લાગતા એક જ પરિવારના 6 લોકોના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Madhya Pradesh Massive Fire: મધ્ય પ્રદેશના સિવની જિલ્લાના છપારા સ્થિત મહાવીર વોર્ડના જૈન મહોલ્લામાં સોનાના વેપારીના મકાનમાં ભીષણ આગ લાગવાથી એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે.
ઘટના સમયે મકાનમાં લગભગ 10 લોકો હાજર હતા. જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક કામગીરી કરીને 4 લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.
સૂતેલા લોકોને બહાર નીકળવાની તક ન મળી
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દુર્ઘટના જૈન મહોલ્લાના રહેવાસી પ્રતિષ્ઠિત વેપારી કુન્દન લાલ સોનીના મકાનમાં થયો હતો. સવારે 4 વાગ્યા આસપાસ જ્યારે આખો પરિવાર ઘોર નિંદ્રામાં હતો, ત્યારે અચાનક આગ ભડકી ઊઠી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આખા ઘરમાં ધુમાડો તથા આગ ફેલાઈ ગઈ. ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમે આગ પર મેળવ્યો કાબૂ
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે હાજર SDOP અપૂર્વ ભલાવીએ ટેલિફોનિક માહિતી આપતાં જણાવ્યું કે, 'સોનના વેપારીના ત્રણ માળના મકાનમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમે ભારે જહમત બાદ સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. ઘરમાં આગ લાગવાના સ્પષ્ટ કારણોની હાલ ખબર પડી શકી નથી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.'




