'માનહાનિના મારા પર 45 કેસ, પણ વોટ ચોરીની વાત પર એક પણ નહીં', ગોવામાં રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi on Vote Chori: વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર દેશમાં ચૂંટણી પ્રક્રિયાને નબળી પાડવાનો ફરી આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા ગોવાના મડગાંવમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે-'દેશમાં જે થઈ રહ્યું છે, તે આપ સૌ જોઈ રહ્યા છો. આખો દેશ જાણે છે કે શું થઈ રહ્યું છે, હવે કોઈ મૂંઝવણ રહી નથી. દરેક રાજ્યને કહું છું કે પીએમ મત ચોરી કરે છે. પરંતુ મારા પર કોઈ કેસ નોંધાતો નથી. કારણ કે, તેઓ જાણે છે કે જો કેસ થશે તો મામલો લીગલ થઈ જશે અને તેઓ ફસાઈ જશે.'
'યુવાન કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઊભો થઈ ગયો'
વધુમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો કે 'દિલ્હીમાં આપણે થોડા જ સમયમાં પીએમ, ગૃહમંત્રી સાથે નિપટી લઈશું. કામ ચાલુ છે. સરકારની એક્સપાયરી ડેટ આવવાની છે. તમે જોયું છે કે આજકાલ પીએમ સામે ઊભા રહી શકતા નથી. કારણ કે તેઓ જાણે છે કે દેશનો યુવાન તેમની વિરુદ્ધ ઊભો થઈ ગયો છે.'
ગોય રાખણ યાત્રા'માં સામેલ થયા રાહુલ ગાંધી
રાહુલ ગાંધી આજે 18 ઓક્ટોબરે કોંગ્રેસની 'ગોય રાખણ યાત્રા'માં સામેલ થયા. આ દરમિયાન તેમણે આશરે બે કિલોમીટર ચાલીને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ભાગ લીધો. અહીં કોંગ્રેસની 28 દિવસ લાંબી યાત્રાનું સમાપન થયું છે. બાદમાં મડગાંવમાં એક જનસભાને સંબોધિત કરતા તેમણે જ્ઞાનેશ કુમાર, ગૃહમંત્રી અને વડાપ્રધાન પર વોટ ચોરીમાં ભૂમિકા ભજવવાનો આક્ષેપ કર્યો. રાહુલનો છેલ્લા 4 વર્ષમાં આ પહેલો ગોવા પ્રવાસ છે. આ પહેલા 2022માં તેઓ અહીં આવ્યા હતા. ગોવામાં આવતા વર્ષે 2027માં વિધાનસભા ચૂંટણી છે.
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું-
પહેલા આપણી પાસે વિશ્વ-સ્તરીય શિક્ષણ પ્રણાલી પ્રચલિત હતી, પરંતુ હવે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામે પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર અને CEC જ્ઞાનેશ કુમારે ન્યાયનો સામનો કરવો પડશે અને તેમણે જે કર્યું છે, તેની કિંમત ચૂકવવી પડશે. હું તમને એક રસપ્રદ વાત જણાવું, મારા વિરુદ્ધ માનહાનિના 45થી વધારે કેસો નોંધાયેલા છે. જેમાં PM અને ગૃહમંત્રી અને અન્ય લોકો સાથે જોડાયેલા કેસો સામેલ છે. કુલ મળીને આ 45 કેસો છે. તેમ છતાં, હું દરેક મંચથી કહું છું કે નરેન્દ્ર મોદી મત ચોરે છે, અને આવું કહેવા માટે મારા વિરુદ્ધ ક્યારેય કોઈ કેસ નોંધવામાં આવતો નથી. શું તમે જાણો છો કેમ? કારણ કે તેઓ ડરે છે કે જો તેઓ ખાસ કરીને વોટ ચોરી કરવાને લઈને કોઈ કેસ નોંધે છે, તો તે એક મોટી કાયદાકીય લડાઈ બની જશે, અને તેઓ જાતે જ તેમાં ફસાઈ જશે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે-'આજે નહીં તો કાલે, કોંગ્રેસ પાર્ટી ન્યાય જરૂર અપાવશે કારણ કે આપણે બંધારણના સંરક્ષક છીએ, આપણે તેની રક્ષા કરનારા છીએ. જ્યારે આ લોકોએ મત ચોર્યા અને બંધારણ પર હુમલો કર્યો, ત્યારે તેમણે આપણી આસ્થા પર પણ પ્રહાર કર્યો. આપણે તેને સ્વીકારીશું નહીં. કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ ધ્યાનથી સાંભળે. વડાપ્રધાન, ગૃહમંત્રી અને જ્ઞાનેશ કુમારે ન્યાયનો સામનો કરવો પડશે અને તેમણે જે કર્યું છે, તેની કિંમત તેમણે ચૂકવવી પડશે.'




