India

સગીરા સાથે જાતીય શોષણના કેસમાં ઉદ્યોગપતિ સહિત 3ની ધરપકડ! પેન ડ્રાઇવે ખોલ્યું રહસ્ય

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
ચેન્નઈમાં સગીર બાળકીના યૌન શોષણ કેસમાં જાણીતા ઉદ્યોગપતિ વીરમણી, તેમની સહયોગી શાંતિ અને તેના પતિ મહેન્દ્રની ધરપકડ થઈ છે. 6 ઓક્ટોબર, 2025ના રોજ મળેલી પેન ડ્રાઈવના વીડિયોથી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. પોલીસે તેયનમપેટના ભાડાના મકાનમાંથી સગીરાઓની સામગ્રી જપ્ત કરી છે. ત્રણેય આરોપીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સગીરા સાથે જાતીય શોષણના કેસમાં ઉદ્યોગપતિ સહિત 3ની ધરપકડ! પેન ડ્રાઇવે ખોલ્યું રહસ્ય

Veermani Industrialist Arrest : ચેન્નઈમાં સગીર વયની બાળકી સાથેના કથિત યૌન શોષણના કેસમાં જાણીતા ઉદ્યોગપતિ વીરમણી, તેમની સહયોગી શાંતિ અને શાંતિના પતિ મહેન્દ્રની અટકાયત કરવામાં આવી છે. આ સમગ્ર મામલાનો ખુલાસો એક અજાણી પેન ડ્રાઈવ દ્વારા થયો હતો. 6 ઓક્ટોબર 2025 ના રોજ ચેન્નઈ પોલીસના એક અધિકારીને અજ્ઞાત વ્યક્તિ દ્વારા ફરિયાદ સાથે એક પેન ડ્રાઈવ સોંપવામાં આવી હતી. આ પેન ડ્રાઈવમાં રહેલા વીડિયોની ઊંડાણપૂર્વક તપાસ કરતા એક વૃદ્ધ વ્યક્તિ સગીરા સાથે ગુનો આચરતો નજરે પડ્યો હતો.

તપાસમાં ઉદ્યોગપતિ વીરમણીનો ચહેરો આવ્યો સામે

ફરિયાદના આધારે ચેન્નઈ પોલીસની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને વીડિયોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ તપાસ દરમિયાન સામે આવ્યું કે વીડિયોમાં દેખાતી વૃદ્ધ વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ ચર્ચિત ઉદ્યોગપતિ વીરમણી છે. વીડિયોમાં તેઓ પોતાની સહયોગી શાંતિના બેડરૂમમાં સગીરા સાથે કથિત રીતે યૌન અપરાધ કરતા જોવા મળ્યા હતા. જેના આધારે પોલીસે કાયદેસરની ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી.

તેયનમપેટનું ભાડાનું મકાન અને નેટવર્ક

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તેયનમપેટ વિસ્તારમાં એક ઘર ભાડે રાખવામાં આવ્યું હતું, જ્યાં અનેક સગીર બાળકીઓને લાવવામાં આવતી હતી. ઉદ્યોગપતિ વીરમણીએ આ ઘરની દેખરેખ અને સંભાળની જવાબદારી પોતાની સહયોગી શાંતિ અને તેના પતિ મહેન્દ્ર ચિક્કનને સોંપી હતી. આ ભાડાના મકાનમાં અનેક સગીરાઓ સાથે અપરાધ આચરવામાં આવ્યો હોવાની આશંકા છે. દરોડા દરમિયાન પોલીસે તે મકાનમાંથી અનેક મહત્ત્વના દસ્તાવેજો તથા સગીરાઓ અને મહિલાઓની સામગ્રી જપ્ત કરી છે.

તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં

ચેન્નઈ પોલીસ દ્વારા આ મામલે ત્વરિત કડક પગલાં ભરીને ઉદ્યોગપતિ વીરમણી, શાંતિ અને મહેન્દ્ર ચિક્કન ત્રણેય આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. અદાલતમાં રજૂ કરાતાં અદાલતે ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. આ કેસમાં અન્ય કયા લોકો કે નેટવર્ક સામેલ છે તે દિશામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.