India

કોંગ્રેસના 25 ધારાસભ્યો પક્ષ બદલવા તૈયાર- ભાજપનો દાવો; ડિકે શિવકુમારનો જવાબ- અત્યારે જ લઈ જાઓ

By GS Team
13 Oct 20263 mins read
TukuTouch Logo
કર્ણાટકમાં રાજકીય હડકંપ મચ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ દાવો કર્યો છે કે, ચૂંટણી થાય તો કોંગ્રેસના 25 ધારાસભ્યો, જેમાં મંત્રીઓ પણ સામેલ છે, ભાજપમાં જોડાવા તૈયાર છે. મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે કટાક્ષ કર્યો કે ભાજપે રાહ જોયા વિના તેમને તરત સામેલ કરી લેવા જોઈએ. આ દાવાઓથી રાજ્યમાં રાજકીય ગરમાવો વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોંગ્રેસના 25 ધારાસભ્યો પક્ષ બદલવા તૈયાર- ભાજપનો દાવો; ડિકે શિવકુમારનો જવાબ- અત્યારે જ લઈ જાઓ

Vijayendra 25 Congress MLAs BJP Claim : કર્ણાટકના રાજકારણમાં કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષપલટો કરાવવાના દાવાને લઈને નવો વિવાદ ઊભો થયો છે. કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રએ દાવો કર્યો છે કે અત્યારે ચૂંટણી યોજાય તો કોંગ્રેસના 25 ધારાસભ્યો, જેમાં મંત્રીમંડળના સભ્યોનો પણ સમાવેશ થાય છે, ભાજપમાં જોડાઈ જશે. તેમના આ નિવેદન પર મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કટાક્ષ કરતાં કહ્યું કે ભાજપે સમય બગાડ્યા વિના આ નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરી લેવા જોઈએ. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન વિજયેન્દ્રને સવાલ કરવામાં આવ્યો હતો કે શું ભાજપ સત્તાધારી કોંગ્રેસના મંત્રીઓને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહી છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે ભાજપને કોઈને પક્ષમાં લાવવાની જરૂર નથી, પરંતુ રાજ્યમાં રાજકીય વાતાવરણ ભાજપની તરફેણમાં બદલાયું છે. તેમણે દાવો કર્યો કે આવતીકાલે પણ ચૂંટણી જાહેર થાય તો ડીકે શિવકુમારના મંત્રીમંડળના સભ્યો સહિત કોંગ્રેસના 25 ધારાસભ્યો ભાજપમાં જોડાવા તૈયાર છે.

‘વિલંબ કર્યા વિના ભાજપમાં સામેલ કરી લો’

વિજયેન્દ્રના દાવા અંગે પ્રતિક્રિયા આપતાં ડીકે શિવકુમારે કહ્યું, “તાત્કાલીક તેમને પોતાના પક્ષમાં સામેલ કરવા કહો. તેમણે વિલંબ ન કરવો જોઈએ.”શિવકુમારે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના મુદ્દે પણ ભાજપ અને જનતા દળ (સેક્યુલર) એટલે કે JDS પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે એચડી કુમારસ્વામી અને વિજયેન્દ્ર બંને એ ઓળખી શક્યા નહોતા કે ક્રોસ વોટિંગ કોણે કર્યું હતું. તેમના દાવા મુજબ, બંને પક્ષોના નેતાઓએ કોંગ્રેસની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. આ મુદ્દે પણ તેમણે વિજયેન્દ્રને કટાક્ષ કરતાં કહ્યું કે સમય બગાડવાને બદલે તેમણે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં સામેલ કરી લેવા જોઈએ.

કથિત સ્ટિંગ ઓપરેશનને લઈને પણ વિવાદ

કર્ણાટકમાં કથિત સ્ટિંગ ઓપરેશનને લઈને પણ રાજકીય નિવેદનબાજી તેજ થઈ છે. વિજયેન્દ્રએ આરોપ લગાવ્યો કે રાજ્યનું રાજકારણ આટલા નીચા સ્તરે ક્યારેય પહોંચ્યું નહોતું અને તાજેતરની ઘટનાઓને કારણે રાજકારણીઓ પ્રત્યે લોકોનું માન ઘટી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે કેટલાક કોંગ્રેસી નેતાઓએ રાજકીય સત્તા મેળવવા માટે આવી પદ્ધતિઓનો આશરો લીધો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આગામી દિવસોમાં સમગ્ર મામલો બહાર આવશે અને ખોટાં કામોમાં સંડોવાયેલા લોકોને પરિણામ ભોગવવાં પડશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. ગયા અઠવાડિયે ડીકે શિવકુમારે પોતાના મંત્રીમંડળના સાથીઓને કથિત સ્ટિંગ ઓપરેશન દ્વારા ફસાવવાના પ્રયાસો અંગે ચેતવણી આપી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે તેમની અને તેમના મંત્રીઓ વિરુદ્ધ સ્ટિંગ ઓપરેશનના પ્રયાસો પાછળ કોણ છે અને ખાનગી એજન્ટોને કોણ નાણાં પૂરાં પાડે છે તેની તેમને જાણ છે.

એચડી કુમારસ્વામીએ સરકારને ઘેરી

JDSના નેતા અને કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ પણ સોમવારે કથિત સ્ટિંગ ઓપરેશનની તપાસના આદેશ ન આપવા બદલ કર્ણાટક સરકારને સવાલ કર્યા હતા. તેમણે શિવકુમારને પૂછ્યું કે તેમની સરકાર કાર્યવાહી કરવાને બદલે સમય જવાબ આપશે તેની રાહ શા માટે જોઈ રહી છે? રવિવારે શિવકુમારે આ મુદ્દે જવાબ આપતાં કહ્યું હતું કે “સમય જવાબ આપશે.” હવે ભાજપના 25 ધારાસભ્યોને પક્ષમાં સામેલ કરવાના દાવા, રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ અને કથિત સ્ટિંગ ઓપરેશનને લઈને કર્ણાટકમાં રાજકીય ખેંચતાણ વધુ તીવ્ર બની છે.