Narmada

સાગબારામાં જંગલ જમીન વિવાદ વધ્યો: મંત્રીઓના આશ્વાસન છતાં આદિવાસી ખેડૂતો અને વન વિભાગ સામસામે, ખેતી કરવા મુદ્દે બબાલ!

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
નર્મદાના સાગબારા જંગલ જમીન વિવાદમાં ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ફરી ઘર્ષણ થયું છે. 24 સપ્ટેમ્બરના રોજ કેટલાક ખેડૂતો ખેતી કરવા જંગલ જમીનમાં જતા વન વિભાગે તેમને રોક્યા હતા. અગાઉ મંત્રી-સાંસદે 90 દિવસમાં સકારાત્મક નિર્ણયની ખાતરી આપી હતી, છતાં આદિવાસી ખેડૂતોને વન વિભાગે અટકાવતા રોષ ફેલાયો છે. ખેડૂતો ભાજપ સરકાર પર અન્યાયનો આરોપ લગાવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાગબારામાં જંગલ જમીન વિવાદ વધ્યો: મંત્રીઓના આશ્વાસન છતાં આદિવાસી ખેડૂતો અને વન વિભાગ સામસામે, ખેતી કરવા મુદ્દે બબાલ!

Narmada Sagbara Forest Land Dispute: નર્મદાના સાગબારા જંગલ જમીન વિવાદમાં ધરણા પૂરા થયા પરંતુ હજુ પણ વન વિભાગ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ યથાવત જોવા મળ્યું છે. આજે(24 સપ્ટેમ્બર) કેટલાક ખેડૂતો ખેતી કરવા માટે જંગલ જમીનમાં જતાં વન વિભાગે તેઓને રોક્યા હોવાનું જણાય છે. આ દરમિયાન ખેડૂતો અને વિભાગના વચ્ચે ઘર્ષણના દ્રશ્ય સર્જાયા હતા. જેમાં વન વિભાગ સાથે નાલ ખોપીના ખેડૂતોની ફરી બબાલ થઈ છે. ખેડૂત અનુસાર, સ્થાનિક વીડિયો ઉતારનારને પણ વન વિભાગે ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ મંત્રી-સાંસદે ખેડૂતોને પારણા કરાવ્યા હતા અને સરકારે 90 દિવસમાં જંગલ જમીન મામલે હકારાત્મક નિર્ણયની ખાતરી આપી હતી. પરંતુ ખેડૂત ખેતી કરવા જમીન તરફ જતાં વન વિભાગે અટકાવ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

મંત્રીઓના આશ્વાસન છતાં આદિવાસી ખેડૂતો અને વન વિભાગ સામસામે

સાગબારા જંગલ જમીન બાબતે આજે ગુરુવારે ફરીથી ઘર્ષણ થયું છે. ખેડૂતોએ કહ્યું કે, 'આદિવાસી પટ્ટા પર ભાજપના શાસનમાં ઘોર અન્યાય થઈ રહ્યો છે. સરકારને અદિવાસી સમાજ પ્રત્યે નફરત કેમ છે. આદિવાસી સમાજના ખેડૂતો તેમના હક માટે તડપી રહ્યા છે. ભાજપના કેટલાક આગેવાનોએ જંગલની જમીન પચાવી પાડી છે તેની તપાસ કરવાની જરૂર છે.'

નર્મદા જિલ્લાના સાગબારા જંગલ વિવાદ મામલે 23 દિવસ ચાલેલા આંદોલનનો 31મી ઑગસ્ટે ભાજપના બે મંત્રીઓ અને સાંસદે આંદોલનકારીઓને પારણાં કરાવીને વિવાદનો ઉકેલ લાવવાનો દાવો કર્યો હતો, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. વનમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે, 'પેન્ડિંગ દાવા અરજીને લઈને 90 દિવસમાં સનદ મળશે.' વનમંત્રીએ આશ્વાસન આપી ફક્ત પારણાં કરાવ્યા પરંતુ આદિવાસીના હક-અધિકારો ધ્યાને ન લીધા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. આંદોલનના ધરણા પૂરા થયા પણ ખેડૂતો ખેડાણ કરવા જતાં વનકર્મી સાથે બબાલની ઘટનાઓ સામે આવી રહી છે.