Narmada

વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, 400 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

By GS Team
31 Oct 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન મોદીએ ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન આજે (31 ઓક્ટોબર) એકતાનગર ખાતે સરદાર પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીમાં ભાગ લીધો. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પવર્ષા સાથે શ્રદ્ધાંજલિ અર્પી અને 400 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. સાંજે ભવ્ય 'રાષ્ટ્રીય એકતા પરેડ'માં હાજરી આપી, ત્યારબાદ દિલ્હી પરત ફર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, 400 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન આજે (31મી ઓક્ટોબર) સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે યોજાયેલી 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીમાં વિશેષ સહભાગી થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જે વેળાએ હેલિકોપ્ટર દ્વારા પ્રતિમા પર ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

સાંજે રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે

વડાપ્રધાન મોદીના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, સવારે 9:30: સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 400 કરોડાના વિકાસના કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ કરશે. સવારે 10:41થી સાંજે 5:10 વાગ્યા સુધી સર્કિટ હાઉસ ખાતે રોકાયા બાદ સાંજે 5:15 વાગ્યે એકતા પથ તરફ રવાના થશે. સાંજે 5:30થી 7:40 વાગ્યા દરમિયાન તેઓ ભવ્ય 'રાષ્ટ્રીય એકતા પરેડ'માં હાજરી આપી સલામી ઝીલશે. એકતાનગર ખાતેના તમામ સત્તાવાર કાર્યક્રમો સંપન્ન થયા બાદ રાત્રે 8:00 વાગ્યે વડાપ્રધાન એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે અને રાત્રે 9:10 વાગ્યે વડોદરા એરપોર્ટથી દિલ્હી પરત પ્રસ્થાન કરશે.

ઉલ્લેખનીય છેકે, શુક્રવારે(30 ઓક્ટોબર) બનાસકાંઠા ખાતે કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી સાંજે એકતાનગર પહોંચ્યા હતા. જ્યાં 'એકતા પ્રકાશ પર્વ'ની મુલાકાત લીધા પછી નર્મદા ઘાટ ખાતે મહાઆરતીમાં વડાપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા.

નર્મદાના એકતાનગર ખાતે વડાપ્રધાન મોદીએ 'એકતા પ્રકાશ પર્વ' પર રોશનની અદભૂત કૃતિઓ નીહાળી અને ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કર્યું હતુ. નર્મદા ઘાટ પર મહાઆરતી સમયે 'નર્મદે હર… જીવનભર'ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.