Narmada

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

By GS Team
29 Oct 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબર, 2026ના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. તેઓ બનાસકાંઠામાં 750 કરોડના ખર્ચે 4,300થી વધુ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. સાંજે તેઓ એકતાનગર પહોંચી, 15.10 કરોડના ખર્ચે અપગ્રેડ કરાયેલા શૂલપાણેશ્વર નર્મદા ઘાટ ખાતે આરતીમાં જોડાશે. 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ વિવિધ પ્રોજેક્ટનું અનાવરણ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર 30 ઓક્ટોબરથી બે દિવસીય ગુજરાત પ્રવાસ ખેડશે. બનાસકાંઠામાં કાર્યક્રમમાં હાજરી આપી તેઓ સાંજે એકતાનગર પહોંચશે. અહીં તેઓ નર્મદા ઘાટ ખાતે યોજાતી નર્મદા આરતીમાં ઉપસ્થિત રહેશે. 31 ઓક્ટોબરે સાંજે 'એકતા પરેડ'માં ભાગ લેશે.

શૂલપાણેશ્વર નર્મદા ઘાટને અપગ્રેડ કરવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા 15.10 કરોડના ખર્ચે શૂલપાણેશ્વર નર્મદા ઘાટને અપગ્રેડ કરવામાં આવ્યો છે. શૂલપાણેશ્વર નર્મદા ઘાટનો વિસ્તાર વધારીને તેની સુવિધાઓનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, જેનાથી હવે પ્રવાસીઓને આરતી અને ધાર્મિક વિધિઓ માટે તેમજ શ્રદ્ધાળુઓના મેળાવડાઓ આયોજિત કરવા માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટમાં ઘાટનું વિસ્તરણ, સુલભ અવરજવર માટેની સુવિધાઓમાં વધારો, નદીકાંઠાનું સંરક્ષણ તથા લાલ રેતીના પથ્થરો, ભીંતચિત્રો અને શિલ્પો થકી ઘાટના સૌંદર્યીકરણનો સમાવેશ થાય છે. ભક્તો અને પ્રવાસીઓ માટે હવે નર્મદા નદીનો ઘાટ વધુ આકર્ષક અને આધ્યાત્મિક અનુભૂતિ કરાવતું સ્થળ બનશે.

30 ઓક્ટોબર 2026ના રોજ વડાપ્રધાનનો કાર્યક્રમ

  • બપોરે 3:40 વાગ્યે: ગાંધીનગરથી એકતા નગર જવા રવાના
  • સાંજે 4:45 વાગ્યે: એકતા નગર ખાતે હેલિકોપ્ટર દ્વારા આગમન
  • સાંજે 5:00 થી 5:45: 'ભારત પર્વ'નું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ મુલાકાત લેશે
  • સાંજે 6:00 થી 7:30: 'આનંદ મઠ' નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના કાર્યક્રમમાં હાજરી આપશે
  • સાંજે 7:45 થી 8:05: 'એકતા પ્રકાશ પર્વ'ની મુલાકાત લેશે
  • રાત્રે 8:15 થી 8:45: નર્મદા ઘાટ ખાતે 'નર્મદા આરતી'માં હાજરી આપશે
  • રાત્રે 8:45 પછી: સર્કિટ હાઉસ જવા રવાના

31 ઓક્ટોબર 2026ના રોજ કાર્યક્રમ

  • સવારે 8:45 વાગ્યે: સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના
  • સવારે 9:00 થી 9:10: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચરણ પૂજન કરશે
  • સવારે 9:15 થી 9:30: સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ કરશે
  • સવારે 9:35 વાગ્યે: નવી વિસ્ટાડોમ બસ દ્વારા 'રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ' સુધી સફર કરશે
  • સવારે 9:40 થી 10:00: 'રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ'ની મુલાકાત લેશે
  • સવારે 10:00 થી 10:30: 'બોન્સાઈ ગાર્ડન'ની મુલાકાત લેશે
  • સવારે 10:45 થી સાંજે 5:10: સર્કિટ હાઉસ જશે
  • સાંજે 5:15 વાગ્યે: સર્કિટ હાઉસથી એકતા પથ જવા રવાના
  • સાંજે 5:30 થી 7:40: 'એકતા પરેડ'માં ભાગ લેશે
  • રાત્રે 8:00 વાગ્યે: એકતા નગરથી બાય રોડ વડોદરા એરપોર્ટ જવા રવાના
  • રાત્રે 9:10 વાગ્યે: વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના

વડાપ્રધાન મોદી બનાસકાંઠામાં ₹750 કરોડના ખર્ચે 4,300થી વધુ ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે,ભીલડીથી બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતેના નવા બાયો-સીએનજી પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત કરશે.